લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો ખોલ્યો છે. તેમણે મતદાર યાદીમાં છેતરપિંડી અને મતદાર યાદી સુધારણાના મુદ્દા પર ફરી ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે આપણા વોટની ચોરી કરવામાં આવી રહી છે. જેને લઇને સંસદથી ચૂંટણી પંચ સુધી કૂચ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ લડાઈ રાજકીય નથી. આ લડાઈ બંધારણને બચાવવાની છે. આ એક માણસ, એક મતની લડાઈ છે. ત્યારે રાહુલ ગાંધીના આરોપને લઇને બીજેપીએ પ્રતિક્રિયા આપી છે.
પુરાવા આપોને- અનુરાગ ઠાકુર
બીજેપી નેતા અનુરાગ ઠાકુરએ કહ્યું કે રાહુલ ગાંધીએ શપથ પત્ર અને પુરાવા આપવા જોઇતા હતા. રાહુલ જુઠ્ઠા આરોપ લગાવીને ભાગી જાય છે. હારો, આરોપ લગાઓ અને ભાગી જાઓ.
ઇસીએ માગ્યુ તો શપથ પત્ર અને પુરાવા કેમ નથી આપતા રાહુલ ગાંધી. રાહુલ ગાંધી અને તેમના આંકડા ખોટા છે. બિહારમાં આ લોકો પાસે કોઇ મુદ્દો નથી. તેઓ લોકતંત્રને નીચુ દેખાડે છે. વધુમાં કહ્યું કે જ્યારે વોટર લિસ્ટ બન્યુ ત્યારે કેમ ન બોલ્યા. કોંગ્રેસ મતદારોનું અપમાન કરી રહી છે. કોંગ્રેસ હારનું ઠીકરુ ચૂંચણી પંચ પર ફોડે છે.


