BOLLYWOOD : અક્ષય કુમારની સર્વાઈવલ થ્રીલર સમુકનું શૂટિંગ શરૂ

0
3
meetarticle

અક્ષય કુમારે લંડનમાં તેની આગામી ફિલ્મ ‘સમુક’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અક્ષય કુમાર ખુદ આ ફિલ્મનો સહ નિર્માતા પણ છે. આ ફિલ્મમાં લશ્કરી શિસ્ત સાથે એલિયન પ્રાણીથી જીવ બચાવવાની કહાની રજૂ કરવામાં આવશે.

ફિલ્મમાં કોઇ કસર બાકી ન રહે તે માટે એલિયન બનાવવા માટે હોલિવૂડના ક્રિયેચર ઇફેક્ટસ ડિઝાઇનર એલેક ગિનીસની સેવાઓ લેવામાં આવશે. આ ઉપરાંત બ્રિટિશ એક્શન ડાયરેક્ટર લુક ટુમ્બર પણ એક્શન ડિઝાઇન પર દેખરેખ રાખશે. એલેક ગિનીસે ‘એલિયન’ ફિલ્મમાં તેના કામનો પરિચય આપ્યો હતો.


વિદેશના અનેક ક્રૂ મેમ્બર્સ હોવાથી આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ યુકેમાં થવાનું છે. તેનો થોડો હિસ્સો મુંબઈમાં શૂટ થશે. મોટાભાગે આવતાં વર્ષે આ ફિલ્મ રીલિઝ કરી દેવાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here