BOLLYWOOD : અભય વર્માની ચોખવટ, હું છૂ મંતર ફિલ્મની સાથે સંકળાયેલો નથી

0
3
meetarticle

મુંજ્યા અને ઓપરેશન સફેદ સાગર સિરિઝના હીરો અભય વર્માએ જણાવ્યું હતું કે હું છૂ મંતર નામની કોઇ ફિલ્મ સાથે સંકળાયેલો નથી. પહેલી અફવા બાદ તેના વિશે જે રીતે એક પછી એક સમાચારો આવતાં રહ્યાં છે તે આશ્ચર્યજનક છે.


અભય વર્માએ જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાથી માંડી તેમાં કાસ્ટ કેવી રીતે બદલાઇ રહી છે તેના અહેવાલો હું વાંચતો હતો. જ્યારે આ બની રહ્યું હતું ત્યારે હું ચૂપચાપ મારા પ્રોજેક્ટ કરી રહ્યો હતો. મારી ફિલ્મોના ફોલોઅપ ન્યુસ એટલા આવતાં નહોતાં જેટલા આ છૂ મંતર ફિલ્મના આવી રહ્યા હતા.
જો કે, અભયે આશા વ્યક્ત કરી હતી કે કોઇ આ ફિલ્મ બનાવે. પણ હાલ તો કશું બની રહ્યું નથી. ઓડિયન્સને માઇબાપ ગણાવી અભયે તેના ચહેરા પર રમતું સ્મિત પણ ઓડિયન્સની અમાનત હોવાનું જણાવ્યું હતું.


તેણે જણાવ્યું હતું કે જ્યાં ઓડિશન થાય છે તે આરામ નગર મારું મક્કા છે અને મારે માટે તક જ સર્વસ્વ છે. તેના માટે હું જીવું છું અને તેના માટે હું મરી શકું છું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here