BOLLYWOOD : એક્ટર કાર્તિક આર્યન ઈજાગ્રસ્ત થયો, એક્શન સીન સમયે ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયો

0
7
meetarticle

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન સંબંધે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ડિરેક્ટર કબીર ખાનની આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મની શૂટિંગ દરમિયાન કાર્તિક આર્યનને ગંભીર ઈજા થઈ હતી. આ ઈજાને કારણે કાર્તિક આર્યનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મુંબઈમાં ફિલ્મનો અંતિમ ભાગ શૂટ થઈ રહ્યો હતો

ફિલ્મના અંતિમ શેડ્યૂલની શૂટિંગ મુંબઈમાં ચાલી રહી હતી. શૂટિંગ દરમિયાન કાર્તિક આર્યન એક મુશ્કેલ અને હાઈ-ઑક્ટેન એક્શન સિક્વન્સ પોતે કરી રહ્યો હતો. આ દરમિયાન તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે ફિલ્મની શૂટિંગ રોકવી પડી હતી. આ દુર્ઘટના બાદ કાર્તિક આર્યનને મુંબઈનાં માહિમ સ્થિત ફોર્ટિસ રહેજા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પ્રારંભિક તપાસ બાદ ડૉક્ટર્સે તેના ઘૂંટણનાં આંતરિક ભાગમાં ઈજા થયાની વાત જણાવી હતી.

કાર્તિકે સર્જરી કરાવવી પડશે, આરામ બાદ જ કરી શકશે કામ

ડૉક્ટર્સે જણાવ્યું કે, કાર્તિકને 1-2 દિવસની અંદર ઘૂંટણની સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી છે. સર્જરી બાદ સંપૂર્ણ સ્વસ્થ થવામાં તેણે અમુક દિવસ માટે સંપૂર્ણ આરામ કરવાની જરૂર પડશે.  ફિલ્મના મેકર્સે શૂટિંગના અંતિમ 2 દિવસોમાં ફિલ્મના સૌથી મુશ્કેલ એક્શન સિક્વન્સ શૂટ કરવાની યોજના બનાવી હતી. આ સમયે જ દુર્ઘટના ઘટી હતી. હાલ કાર્તિક આર્યન ડૉક્ટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ છે. હવે તેની ઈજા અને સર્જરી અંગે સત્તાવર રીતે વિસ્તૃત મેડિકલ રિપોર્ટ સામે આવે તેની રાહ જોવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here