BOLLYWOOD : કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ

0
21
meetarticle

પ્રયાગરાજ મહાકુંભ 2025 દરમિયાન પોતાની ભૂરી આંખો અને સુંદરતાને કારણે સોશિયલ મીડિયા પર ફેમસ થયેલી મોનાલિસા ફરી ચર્ચામાં આવી છે. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની રહેવાસી મોનાલિસાએ પરિવારના વિરોધ વચ્ચે મુસ્લિમ પ્રેમી ફરમાન સાથે લગ્ન કરી લીધા છે અને સુરક્ષાની માંગ સાથે કેરળના તિરુવંતપુરમ સ્થિત તમ્પાનૂર પોલીસ સ્ટેશન પહોંચી છે.

ફેસબુક પર થઈ હતી મુલાકાત

મોનાલિસા અને મહારાષ્ટ્રના રહેવાસી ફરમાન વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા થઈ હતી. અલગ-અલગ ધર્મના હોવાને કારણે મોનાલિસાના પિતા જય સિંહ ભોસલે આ સંબંધનો સખત વિરોધ કરી રહ્યા છે. મોનાલિસાનો આરોપ છે કે, પરિવાર તરફથી તેના પર દબાણ કરવામાં આવતું હતું અને ધમકીઓ પણ મળતી હતી, જેના કારણે તેણે ઘર છોડવું પડ્યું હતું.

ડરના કારણે મધ્યપ્રદેશથી કેરલ ગઈ

પોલીસ પૂછપરછમાં બંનેએ કહ્યું કે, સામાજિક અને ધાર્મિક દબાણથી દૂર સુરક્ષિત રહેવા માટે તેઓએ કેરળ આવવાનું પસંદ કર્યું. પોલીસ તપાસમાં મોનાલિસા પુખ્ત વયની હોવાનું સાબિત થતા, કાયદેસર રીતે તેને પોતાની મરજી મુજબ ફરમાન સાથે જવાની મંજૂરી આપવામાં આવી છે. પોલીસે તેના પિતાને પણ સ્ટેશન બોલાવી આ અંગે જાણ કરી હતી.

રુદ્રાક્ષ વેચતા વાયરલ થઈ હતી મોનાલિસા

વર્ષ 2025ના મહાકુંભમાં મોનાલિસા તેના પરિવાર સાથે રુદ્રાક્ષ અને માળા વેચતી હતી, ત્યારે તેનો વિડિયો વાયરલ થયો હતો. ફેમસ થયા બાદ સનોજ મિશ્રા દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં કામ કરવાની તક મળી હતી. હાલમાં તે મોડેલિંગ, બ્રાન્ડ પ્રમોશન અને અન્ય મનોરંજન પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here