BOLLYWOOD : બોલિવૂડમાં શોકની લહેર! ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાએ દુનિયાને કહ્યું અલવિદા

0
3
meetarticle

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ફિલ્મ નિર્માતા, ડિરેક્ટર અને સ્ક્રિપ્ટ રાઈટર સંજય ગુપ્તાનું 59 વર્ષની વયે 30 ઓક્ટોબર, 2026ના રોજ અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાના ઘરમાં પડી ગયા હતા, જેના કારણે તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓનું નિધન થયું હતું. આ ઘટના સમયે તેમની પત્ની અને બે પુત્રો પણ ઘરમાં જ હાજર હતા.

સ્ટાઇલિશ એક્શન અને ક્રાઇમ ફિલ્મો માટે જાણીતા હતા

સંજય ગુપ્તા હિન્દી સિનેમામાં તેમની અનોખી સ્ટાઇલ, દમદાર એક્શન સિક્વન્સ અને ક્રાઇમ-થ્રિલર ફિલ્મો માટે વિશેષ ઓળખ ધરાવતા હતા. તેઓએ પોતાના કરિયરમાં ‘આતિશ’, ‘કાંટે’, ‘મુસાફિર’, ‘ઝિંદા’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘શૂટઆઉટ એટ વડાલા’, ‘જઝબા’, ‘કાબિલ’ અને ‘મુંબઈ સાગા’ જેવી ઘણી સફળ અને બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. સંજય દત્ત સાથેની તેમની જોડી ખૂબ જ હિટ રહી હતી, જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર ‘જઝબા’ અને હ્રિતિક રોશન સ્ટારર ‘કાબિલ’ પણ દર્શકોને ખૂબ પસંદ પડી હતી.

ફિલ્મી સફર અને સિનેમામાં યોગદાન

ફિલ્મ નિર્દેશક બનતા પહેલા સંજય ગુપ્તાએ પોસ્ટ-પ્રોડક્શન અને સાઉન્ડ ડિઝાઇન ક્ષેત્રે કામ કર્યું હતું. તેઓએ 2001માં પોતાની પ્રોડક્શન કંપની ‘વ્હાઇટ ફેધર ફિલ્મ્સી’ની સ્થાપના કરી હતી. હાલના સમયમાં પણ તેઓ સક્રિય હતા અને 2024માં ‘ધ મિરાંડા બ્રધર્સ’ અને ‘વિસ્ફોટ’ જેવી પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા રહ્યા હતા.

સેલેબ્સ અને ફેન્સે આપી શ્રદ્ધાંજલિ

સંજય ગુપ્તાના અચાનક નિધનના સમાચારથી સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અને ફેન્સમાં શોક છે. સોશિયલ મીડિયા પર સ્ટાર્સ અને પ્રશંસકો તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સંજય ગુપ્તાના નિધનથી હિન્દી સિનેમાએ એક પ્રતિભાશાળી અને અનુભવી ડિરેક્ટર ગુમાવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here