ઓ રોમિયો’ ફિલ્મમાં એક ગેંગસ્ટરનું પાત્ર ભજવનારા શાહિદ કપૂરને હવે સાઉથની એક ફિલ્મ ‘ડ્રેગન’માં વિલનનો રોલ ઓફર થયો છે.

પ્રશાંત નીલ આ ફિલ્મ બનાવી રહ્યો છે. તેમાં જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. નેગેટિવ રોલ ટોવિનો થોમસ કરવાનો હતો. જોકે, તારીખોના અભાવે તેણે આ પ્રોજેક્ટ છોડી દીધો છે. તે પછી તેની જગ્યાએ શાહિદને ઓફર કરાઈ હોવાનું કહેવાય છે.
હજુ નિર્માતાઓ તથા શાહિદની વાત ચાલી રહી છે. શાહિદ કન્ફર્મ કરશે તો આ સાઉથની તેની પહેલી ફિલ્મ હશે. ફિલ્મમાં ઋકમણિ વસંત તથા અનિલ કપૂરની પણ ભૂમિકાઓ હોવાનું કહેવાય છે.

