BOLLYWOOD : મણિરત્નમની આગામી ફિલ્મમાં એ આર રહેમાન સંગીત આપશે

0
123
meetarticle

મણિરત્નમે પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી છે. જેમાં એઆર રહેમાન પોતાની સંગીતની ધૂન પર દર્શકોને ડોલાવશે. 

મણિરત્નમ અને એએઆર રહેમાને ભૂતકાળમાં પણ ઘણા પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું છે. શાહરૂખ ખાનની દિલ સે થી લઇને ઐશ્વર્યાની પોન્યિયનિ સેલ્વન સુધી મણિરત્મ અને રહેમાને  દર્શકોનું ભરપુર મનોરંજન કર્યું છે. તેની ફિલ્મમાં સાઇ પલ્લવી અને વિજય સેતુપતિની જોડી જોવા મળવાની છે. 

આ પહેલા એવી માહિતી હતી કે, મણિરત્નમની ફિલ્મમાં સાઇ અભ્યંકરનું સંગીત હશે.પરંતુ હવે એ આર રહેમાન હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે. 

મણિરત્મની નવી ફિલ્મની જાણકારી તેની પ્રોડકશન કંપનીના સત્તાવાર  ઇનસ્ટાગ્રામ  પેજ  મદ્રાસ ટોકીઝ પરઆપવામાં આવી હતી. મણિરત્નમ અને વિજય સેતુપતિની પણ આ બીજી ફિલ્મ સાથે હશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here