Sunday, April 28, 2024
HomeગુજરાતGUJARAT: કારના બોનેટ અને બેકલાઈટમાં દારૂ ઘુસાડવા બુટલેગરનો નવો કીમિયો

GUJARAT: કારના બોનેટ અને બેકલાઈટમાં દારૂ ઘુસાડવા બુટલેગરનો નવો કીમિયો

- Advertisement -

રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે જ દારૂની હેરાફેરીનું પ્રમાણ વધી રહ્યો છે. આ વચ્ચે બુટલેગરો દ્વારા નવા નવા કીમિયો અપનાવવામાં આવતાં હોય છે. જેના વચ્ચે વડોદરા પીસીબીને મોટી સફળતા મળી છે, જેમાં કારમાં દારૂની તપાસ કરતા બુટલેગરે કારના એન્જિન અને બોડી પાર્ટ્સમાં દારૂની બોટલો સંતાડી હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની માહિતી અનુસાર, વડોદરા પીસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે કરોડિયા રોડ પર રહેતો મોહનસિંગ રણવિરસિંગ શેખાવત કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરે છે. આ દરમિયાન ખુલ્લી જગ્યામાં મોહનસિંગ શેખાવત અને તેનો માણસ ચિરાગ ઉર્ફે વિષ્ણું રાવળ ગાડીમાંથી દારૂનો જથ્થો કાઢીને પ્લાસ્ટીકની થેલીઓમાં સગેવગે કરનાવા છે. આ બાતમીની આધારે પીસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી હતી.

જેમાં પોલીસે સ્થળ પરથી એક કાર જપ્ત કરી હતી અને દારૂ છુપાવવા અંગે બુટલેગરની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન તેણે એસયુવી કારના એન્જિન તથા વિવિધ બોડી પાર્ટસમાં છુપાવેલી વિદેશી દારૂની બોટલો એક પછી એક કાઢવાનું શરૂ કર્યું હતું. આ જોતા પીસીબીની ટીમ આશ્ચર્યમાં મુકાઈ ગઇ હતી.

તેમજ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીસીબીની ટીમે રૂ. 1.37 લાખની વ્હીસ્કી અને બિયર સહિત કુલ મળી રૂ. 7.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પીસીબી દ્વારા આરોપી મોહનસિંગ રણવીરસિંગ શેખાવત અને ચિરાગ ઉર્ફે વિષ્ણુ શૈલેષભાઇ રાવળ સામે ફરિયાદ દાખલ કરી છે. જ્યારે સોની ને વોન્ટેડ જાહેર કર્યો છે. મોહનસિંગ સામે 12 પોલીસ મથકમાં ગુના નોંધાઇ ચુક્યા છે. જે પૈકી મોટા ભાગના પ્રોહિબિશનના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular