BUSINESS : ટ્રેડ ડીલની આશા અને જિયો IPOનો ઉત્સાહ! શેરબજારની ધમાકેદાર શરૂઆત, રોકાણકારોમાં ખુશી

0
3
meetarticle

Stock Market Opening : દશેરા બાદ બજારની તેજી સાથે શુભઆરંભ. બજાર ખુલવાના સમયે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખૂલ્યો. સેન્સેક્સ 650 અને નિફ્ટી સેન્સેક્સ 695.00 (0.99%) પોઇન્ટના વધારા સાથે 74,576.74 અંકે ખૂલ્યો. આ જ સમયે નિફ્ટી 210.70 (0.92%) ના વધારા સાથે 23,099.65ના અંકે ખૂલ્યો. સોમવારે બજાર તેજી બાદ કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ઊંચી સપાટીથી 1000 પોઇન્ટથી વધુ ગગડ્યો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 23,000ની સપાટીથી નીચે ઉતરી ગયો હતો. ત્યારબાદ દશેરા તહેવારની રજા બાદ આજે 21ના રોજ બુધવારના દિવસે બજારની શુભ શરૂઆત થઈ.

યુએસ અમેરિકા ડિલથી બજારમાં તેજીની આશા

વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં આજે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે સંભવિત વેપાર કરારના અહેવાલોથી બજારના સેન્ટિમેન્ટને ટેકો મળી રહ્યો છે, તો બીજી તરફ ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ખાનગી બેંકોના નબળા ત્રિમાસિક પરિણામો રોકાણકારો માટે ચિંતાનું કારણ બની રહ્યા છે.

ભારત-અમેરિકા વેપાર કરાર બજારમાં પ્રાણ ફૂંકશે

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ એક ખાસ ઇન્ટરવ્યુમાં મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, ભારત અને અમેરિકા વચ્ચેનો પ્રસ્તાવિત વેપાર સોદો (Trade Deal) આગામી થોડા અઠવાડિયામાં જ આખરી ઓપ લઈ શકે છે. હાલમાં બંને દેશો વચ્ચેની વાટાઘાટો માત્ર ટેકનિકલ વિગતો પૂરતી જ સીમિત રહી છે. આ હકારાત્મક અહેવાલોથી સ્થાનિક રોકાણકારોનો ઉત્સાહ વધી શકે છે.


જિયો પ્લેટફોર્મ્સનો IPO આજથી ખુલ્યો

બજાર માટે બીજા મોટા સમાચાર જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના આઈપીઓ (IPO) અંગેના છે. એન્કર રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યા બાદ આ IPO આજે સવારે 10:00 વાગ્યાથી સામાન્ય રોકાણકારોના સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કંપનીએ 212 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 8,109.84 કરોડનું ભંડોળ સફળતાપૂર્વક એકત્ર કરી લીધું છે.

બેંકિંગ સ્ટોક્સના દબાણથી સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો

ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકો HDFC બેંક અને એક્સિસ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નીચા ચોખ્ખા વ્યાજ માર્જિન (NIM) નોંધાવતા સોમવારે નિફ્ટી 50 અને BSE સેન્સેક્સ બંનેમાં 1 ટકાથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. બેંકિંગ સેક્ટર પરના આ દબાણે બજારની ઝડપી રિકવરી પર બ્રેક લગાવી છે.

વૈશ્વિક બજારોની સ્થિતિ: એશિયામાં તેજી, વોલ સ્ટ્રીટ મિશ્ર
એશિયન બજારો: વૈશ્વિક સ્તરે એશિયન બજારોમાં મજબૂત તેજી જોવા મળી છે, જેમાં દક્ષિણ કોરિયાના શેરોએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અમેરિકી બજાર (Wall Street): મંગળવાર, 20 ઓક્ટોબરના રોજ અમેરિકી બજારના મુખ્ય સૂચકાંકો મિશ્ર વલણ સાથે બંધ રહ્યા હતા. હેલ્થકેર શેરોની વાપસીથી ડાઉ જોન્સ અને S&P 500માં વધારો નોંધાયો હતો, જ્યારે ટેકનોલોજી શેરોમાં સુસ્તીને કારણે નાસ્ડેક થોડો નીચે પટકાયો હતો. જોકે, મોટાભાગની કંપનીઓના ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં સારા આવતા લાંબા ગાળાના ટ્રેડિંગમાં સ્ટોક ફ્યુચર્સ વધ્યા છે.

બજાર સામેના મુખ્ય પડકારો
અમેરિકા સાથેના વેપાર કરારથી સેન્ટિમેન્ટ મજબૂત થયું હોવા છતાં, બજાર માટે સતત રિકવરી જાળવી રાખવી મુશ્કેલ બની શકે છે. આ માટેના મુખ્ય કારણો:

જિયો IPOનો બજારમાં ઉત્સાહ

આજના ટ્રેડિંગ સેશનમાં જિયો પ્લેટફોર્મ્સના IPO નો ઉત્સાહ અને ભારત-યુએસ ડીલના સમાચાર બજારને સપોર્ટ કરી શકે છે, પરંતુ ક્રૂડના ઊંચા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે રોકાણકારોએ સતર્કતાપૂર્વક આગળ વધવું પડશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here