BUSINESS : નજીકના ભવિષ્યમાં દરિયાઈ વીમા પ્રીમિયમ ઊંચા રહેવાની શક્યતા

0
11
meetarticle

ઈરાને ચોક્કસ જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી આપી હોવા છતાં નજીકના ભવિષ્યમાં દરિયાઈ વીમા પ્રીમિયમ ઊંચા રહેવાની શક્યતા છે, કારણ કે આ વિસ્તાર હજુ પણ જોખમી માનવામાં આવે છે તેમ વીમા બ્રોકર્સોએ જણાવ્યું હતું.

હુમલાઓના ભયને કારણે જહાજોને પરોક્ષ નુકસાનની શક્યતાનો સમાવેશ થાય છે. ક્ષમતા હોવા છતાં, યુદ્ધ વીમા કવરેજ હાલમાં ઊંચા દરે અને વર્તમાન અનિશ્ચિતતાને કારણે ખૂબ જ મર્યાદિત ધોરણે ઉપલબ્ધ છે.

ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને કારણે વિશ્વના લગભગ પાંચમા ભાગના તેલ અને લિક્વિફાઇડ કુદરતી ગેસના (એલપીજી) શિપમેન્ટમાં અવરોધ આવ્યો છે, જેના કારણે તેલ અને અન્ય મહત્વપૂર્ણ ચીજવસ્તુઓની હિલચાલ પર અસર પડી છે.

વીમા ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં પ્રવર્તમાન અવિશ્વાસને ધ્યાનમાં રાખીને, ઈરાનની તાજેતરની જાહેરાતથી દરિયાઈ યુદ્ધ જોખમ પ્રીમિયમમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. પરિસ્થિતિ અત્યંત અનિશ્ચિત છે અને ગમે ત્યારે બદલાઈ શકે છે. પરિણામે, વીમા કંપનીઓએ આ સમયે પ્રીમિયમમાં ઘટાડો કે નોંધપાત્ર વધારો કર્યો નથી. જ્યાં સુધી કાયમી શાંતિ અને સ્પષ્ટ રાજકીય ઉકેલ ન આવે ત્યાં સુધી તેમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે.

નિષ્ણાતો કહે છે કે લાલ સમુદ્ર અને કાળા સમુદ્ર સાથે આ પ્રદેશ ચાલુ તણાવને કારણે ઉચ્ચ જોખમી માનવામાં આવે છે. વીમા કંપનીઓ સમય જતાં સ્થિરતા દર્શાવવામાં ન આવે ત્યાં સુધી સાવચેત રહેવાની અને ઉચ્ચ પ્રીમિયમ જાળવવાની અપેક્ષા રાખે છે. બ્રોકરોએ અહેવાલ આપ્યો છે કે તણાવ પછી દરિયાઈ કાર્ગો માટે યુદ્ધ વીમા કવરેજ હાલમાં લગભગ ૦.૫ ટકા છે, જ્યારે મરીન વીમા ૫-૭.૫ ટકા વધારાનું પ્રીમિયમ આકર્ષે છે.

બ્રોકરે સમજાવ્યું કે ૨૦૨૨ સુધી આ વિસ્તારોમાં કોઈ યુદ્ધ વીમો નહોતો, અને આ વિસ્તારમાં પરિવહન કરતા જહાજો અને કોર્ગોને આશરે ૦.૨૫ ટકાનો વધારાનો વીમો ખરીદવો પડતો હતો, જે હવે વધીને ૦.૫-૧ ટકા થઈ ગયો છે. રિઇન્શ્યોરર્સ પાસે ક્ષમતા હોવા છતાં, તેઓ આ પ્રદેશમાંથી પસાર થતા માલ માટે ખૂબ ઊંચા દરે વીમો આપી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here