BUSINESS : ભારત ખાતેથી ઈલેકટ્રોનિકસની નિકાસ ઓઈલ પ્રોડકટસની નજીક

0
9
meetarticle

ભારત ખાતેથી ઈલેકટ્રોનિકસની નિકાસ ઓઈલ પ્રોડકટસના નિકાસ આંકની નજીક પહોંચી ગઈ છે અને બન્ને ક્ષેત્રની નિકાસ વચ્ચેનો તફાવત નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ઘટી ૫.૯૦ અબજ ડોલર જેટલો રહ્યો છે. ચાર વર્ષ અગાઉ આ તફાવત ૭૩.૯૦ અબજ ડોલર રહ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે.

નાણાં વર્ષ ૨૦૨૬માં ભારત ખાતેથી નિકાસ થયેલી ટોચની વીસ કોમોડિટીમાં ઈલેકટ્રોનિકનો ક્રમ ત્રીજો રહ્યો હતો જ્યારે ઓઈલ પ્રોડકટસ બીજા ક્રમે રહ્યા હતા.

ઈલેકટ્રોનિક નિકાસ આંક ૨૪.૩૦ ટકા વધી ૪૮ અબજ ડોલર રહ્યો છે. ઈલેકટ્રોનિકસમાં સ્માર્ટફોનની નિકાસ એપ્રિલથી જાન્યુઆરીના ગાળામાં ૧૩૮ ટકા વધી ૧૫.૮૭ અબજ ડોલર રહેવા પામી હતી. ઓઈલ પ્રોડકટસનો નિકાસ આંક ગત નાણાં વર્ષમાં ૫૩.૯૦ અબજ ડોલર રહ્યો છે. ભૌગોલિકરાજકીય અશાંતિ તથા પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ઓઈલ પ્રોડકટસની નિકાસમાં વાર્ષિક ધોરણે ૧૫ ટકા ઘટાડો થવા પામ્યો છે. જો કે વિવિધ પ્રોડકટસની નિકાસમાં ઓઈલ પ્રોડકટસનો ક્રમ બીજો રહ્યો છે.સ્માર્ટફોન માટે નાણાં વર્ષ ૨૦૨૨માં જ્યારે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ થઈ ત્યારે દેશમાંથી ઈલેકટ્રોનિક નિકાસનો આંક ૧૫.૭૦ અબજ ડોલર હતો જ્યારે ઓઈલ પ્રોડકટસનો આ આંક ૬૫.૪૦ અબજ ડોલર હતો. 

પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ લાગુ થયા બાદ સ્માર્ટફોનની નિકાસમાં વધારો થયો છે જેને પરિણામે એકંદર ઈલેકટ્રોનિકસ નિકાસમાં વૃદ્ધિ થવા પામી છે. 

ભારતના સ્માર્ટફોનની નિકાસ માટે અમેરિકા મોટું મથક બની રહ્યું છે. 

દરમિયાન મેમરી પાર્ટસના ખર્ચમાં વધારાથી મટીરિઅલ્સનું બિલ વધી જતા સ્માર્ટફોન ઉત્પાદકોએ ભાવમાં સરેરાશ રૂપિયા ૧૫૦૦  કરતા વધુનો વધારો કરવાની ફરજ પડી હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. 

આ ઉપરાંત માર્ચમાં ફાટી નીકળેલા યુદ્ધને કારણે ઘરેલુ ખર્ચ વધી જતા ઉપભોગતા દ્વારા લકઝરી અથવા તો ગણતરીપૂર્વકના ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છે જેની અસર સ્માર્ટફોનની માગ પર જોવા મળવાની શકયતા છે. 

ઉપભોગતા હાલમાં જુના સ્માર્ટફોન્સથી સંતોષ માની રહ્યા છે અને રિપ્લેસમેન્ટની યોજના પાછળ ઠેલી રહ્યા છે  રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here