BUSINESS : ઈક્વિટી ફંડોમાં રોકાણ ૧૯ ટકા વધીને રૂ.૨૯,૩૨૯ કરોડ

0
12
meetarticle

જીઓપોલિટીકલ જોખમ સતત વધવા સાથે સેકન્ડરી માર્કેટમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલીના દબાણે સેન્ટિમેન્ટ સતત ડહોળાયેલું રહ્યા છતાં મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી ફંડોમાં ઓગસ્ટ મહિનામાં રોકાણ પ્રવાહમાં પોઝિટીવ ૧૯ ટકાની વૃદ્વિ નોંધાઈ છે. જુલાઈની તુલનાએ ઓગસ્ટમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ ૧૯ ટકા વધીને રૂ.૨૯,૩૨૯ કરોડ થયું છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં રોકાણકારોનું રોકાણ આકર્ષણ માસિક ધોરણે રેકોર્ડ ઊંચાઈએ નોંધાયું છે. આ સાથે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસપીઆઈ) થકી થતું રોકાણ પણ રેકોર્ડ રૂ.૩૨,૨૯૭ કરોડ નોંધાયું છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ઓગસ્ટમાં નેટ ફોલિયોમાં ૨૬.૫૪ લાખનો ઉમેરો થયો છે. જે સાથે કુલ ફોલિયો ૨૮.૩૫ કરોડ થયા છે.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આંકડા મુજબ સ્મોલ કેપ ફંડોમાં ઓગસ્ટમાં રોકાણ આકર્ષણ રૂ.૭૯૭૩ કરોડનું રહ્યું છે. જ્યારે મિડ-કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.૬૯૮૯ કરોડ રહ્યો છે.

લાર્જ કેપ ફંડોમાં રોકાણમાં સતત ઓટ આવીને આ વખતે સતત બીજા મહિને રૂ.૧૧૪૭ કરોડનો ચોખ્ખો ઉપાડ નોંધાયો છે. મ્યુચ્યુઅલ ફંડોના વહીવટ હેઠળની અસ્કયામતો (એયુએમ) જુલાઈના રૂ.૮૫.૭૬ લાખ કરોડની તુલનાએ ઓગસ્ટમાં ૧.૫ ટકા વધીને રૂ.૮૭.૦૮ લાખ કરોડ પહોંચી છે.
એસઆઈપી થકી રોકાણ પ્રવાહ જુલાઈના રૂ.૩૧,૯૬૧ કરોડની તુલનાએ ઓગસ્ટમાં રૂ.૩૨,૦૦૦ કરોડનો આંક પાર કરી ગયો છે. એસઆઈપી એકાઉન્ટોની સંખ્યા પણ ૯.૯૦ કરોડની તુલનાએ વધીને ૧૦.૦૨ કરોડ પહોંચી છે. કુલ એસઆઈપી એકાઉન્ટની સંખ્યા ઓગસ્ટના અંતે ૧૦.૬૨ કરોડ થઈ છે. ઓગસ્ટમાં નવી ૬૬.૩૯ લાખ એસઆઈપી નોંધાઈ છે. જ્યારે ૫૩.૮૨ લાખ એસઆઈપી બંધ થઈ છે. એસઆઈપી બંધ કરવાનો રેશીયો જુલાઈના ૮૧.૮ ટકાની તુલનાએ ઓગસ્ટમાં ૮૧.૧ ટકા રહ્યો છે.


ઓગસ્ટમાં સ્મોલ-કેપ ફંડોમાં રેકોર્ડ રૂ.૭૯૭૩ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો છે, જે જુલાઈમાં રૂ.૭૭૬૮ કરોડ રહ્યો હતો. મિડ કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.૬૧૯૨ કરોડની તુલનાએ વધીને ઓગસ્ટમાં રૂ.૬૯૮૯ કરોડ રહ્યો છે. ફ્લેક્સી-કેપ ફંડોમાં રોકાણ રૂ.૫૦૫૯ કરોડ અને લાર્જ એન્ડ મિડ કેપ પંડોમાં રૂ.૩૮૭૩ કરોડ રહ્યો છે. મલ્ટિ કેપ ફંડોમાં રૂ.૩૭૩૩ કરોડ રહ્યો છે.


ડેટ ફંડોમાં જુલાઈમાં રૂ.૧.૮૮ લાખ કરોડની જંગી જાવક સામે ઓગસ્ટમાં રૂ.૮૧૨૭ કરોડનો ચોખ્ખું પોઝિટીવ રોકાણ જોવાયું છે. લિક્વિડ ફંડોમાં રોકાણ રૂ.૧૯,૯૩૪ કરોડ, મની માર્કેટ ફંડોમાં રૂ.૧૧,૭૩૫ કરોડ રહ્યું છે. શોર્ટ-ટર્મ ફંડોમાં રોકાણ જાવક રૂ.૪૨૫૯ કરોડ, જ્યારે કોર્પોરેટ બોન્ડ ફંડોમાં રૂ.૩૧૯૦ કરોડનો રોકાણ ઉપાડ નોંધાયો છે.
એક્સચેન્જ ટ્રેડેડ ફંડો (ઈટીએફ) રોકાણ પ્રવાહ ઓગસ્ટમાં રૂ.૧૦,૧૬૧ કરોડ નોંધાયો છે, જેમાં ઈક્વિટી ઈટીએફમાં રોકાણ રૂ.૭૨૩૭ કરોડ રહ્યું છે. ગોલ્ડ ઈટીએફમાં રોકાણ જુલાઈના રૂ.૧૫૫૯ કરોડની તુલનાએ ઓગસ્ટમાં વધીને રૂ.૨૫૯૭ કરોડ રહ્યું છે. જ્યારે સિલ્વર ઈટીએફમાં રોકાણ રૂ.૧૨૭૧ કરોડ રહ્યું છે. ગોલ્ટ ઈટીએફ એયુએમ વધીને રૂ.૧.૯૧ લાખ કરોડ થયું છે. જ્યારે સિલ્વર ઈટીએફ રૂ.૮૫૪૯ કરોડ થયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here