Gold and Silver Price : ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોમાં હલચલ મચી ગઈ છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાના વાયદામાં મોટો કડાકો બોલાયો છે. સોનું ગગડીને ₹1,46,130 ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે, જેમાં અગાઉના બંધ ભાવની સરખામણીએ ઘટાડો નોંધાયો છે
વિગતો અનુસાર, સોનાનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹1,46,519 હતો, જે આજે ઘટીને ઓપનિંગ ₹1,46,328 પર થયો હતો. દિવસ દરમિયાન સોનાએ ઊંચામાં ₹1,46,532 અને નીચામાં ₹1,46,086 ની સપાટી સ્પર્શી હતી.
આ ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં જ્વેલરી ખરીદારો અને રોકાણકારોની નજર હવે આગામી વલણો પર છે. સોનામાં આજે કુલ 433 રૂપિયાનો ઘટાડો થયો છે. જોકે હજુ ટ્રેડિંગ યથાવત્ છે.

બીજી બાજુ ચાંદીના બજારમાં પણ ભારે મંદી જોવા મળી છે. ચાંદીનો વાયદો ગગડીને ₹2,09,752 ના સ્તરે પહોંચી ગયો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹2,11,485 હતો, જે આજે ઘટાડા સાથે ₹2,10,400 ના મથાળે ઓપન થયો હતો. કારોબાર દરમિયાન ચાંદીએ ઊંચામાં ₹2,10,879 અને નીચામાં ₹2,09,723 સુધીની સપાટી દર્શાવી હતી. ચાંદીમાં આજે પ્રતિ કિલોએ 1762 રૂપિયાનો કડાકો બોલાઈ ચૂક્યો છે.
વૈશ્વિક બજારના દબાણ અને ટ્રેડિંગના આંકડાઓને કારણે કિંમતી ધાતુઓમાં આવેલા આ મોટા કડાકાથી બજાર પ્રભાવિત થયું છે.

