ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રાવણ મહિનાના બીજા સોમવારે જંબુસરની મુલાકાતે આવ્યા હતા. તેમણે કાવી કંબોઇ સ્થિત પ્રાચીન સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા હતા. આ મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રીએ જંબુસરના નાગરિકો માટે ૩૨.૭૫ કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. આ યોજના જંબુસર શહેરની સ્વચ્છતા અને આરોગ્ય સુધારવામાં એક મોટું પગલું સાબિત થશે.મુખ્યમંત્રીનું સ્વાગત કરવા માટે માજી મંત્રી છત્રસિંહ મોરી, ધારાસભ્ય દેવકિશોર સ્વામી, અને માજી ધારાસભ્ય કિરણ મકવાણા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે મંદિરના યજ્ઞમાં પણ ભાગ લીધો હતો અને દર્શન માટે આવેલા ભક્તોને પોતાના હાથે પ્રસાદ પીરસી ભોજન કરાવ્યું હતું. આ વિકાસલક્ષી યોજનાની જાહેરાતથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે આ યોજનાથી જંબુસરના લોકોને મહત્વની સુવિધા પ્રાપ્ત થશે.