GUJARAT : દેવાયત ખવડની તાલાલામાં બબાલ, ફોર્ચ્યુનર-કિયા વચ્ચે ટક્કર, હવામાં ફાયરિંગ થયું

0
74
meetarticle

ગુજરાતના ડાયરાના જાણીતા કલાકાર દેવાયત ખવડ ફરી મોટા વિવાદમાં આવ્યાં છે. આ વખતે તેમણે સાસણ ગીરમાં મોટો બખેડો કર્યો હતો.

ગુજરાતના ડાયરાના જાણીતા કલાકાર દેવાયત ખવડ ફરી મોટા વિવાદમાં આવ્યાં છે. જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી.

ફોર્ચ્યુનરે ટક્કર મારતાં કિયા રોડની બાજુમાં ઉતરી ગઈ

તાલાલાના ચિત્રાવડમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનરે ટક્કર મારતાં કિયા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ત્યાર બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણન માર માર્યાના પણ સમાચાર છે.

પોલીસે શું જણાવ્યું

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો કાલે ચિત્રાવડ ગામે ક્રિષ્ના હોટેલમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહ ચૌહાણ ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરીન બલાલ કરી હોઈ શકે છે.

20મી ફેબ્રુઆરીએ શું બન્યું?

ઉલ્લેખનીય છે કે સનાથલ ગામ ખાતે ગત 20 ફેબ્રુઆરીના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેમની કાર પર હુમલો થયો હતો. આ મામલે એક પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

દેવાયત ખવડની ધરપકડ માટે દોડધામ

પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને તેના માણસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ખવડે મોટા વિવાદ સર્જ્યા હતા. રાજકોટમાં ખવડ અને તેના મિત્રોએ એક શખ્સને ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ લોકોની નજરમાંથી દેવાયત ખવડ ઉતરી ગયો હતો અને તેના ડાયરામાં પણ પાંખી હાજરી જોવા મળતી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here