એહવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યુ હોવાનું સામે આવ્યું છે. ગંગોત્રી ધામ અને મુખવા પાસે ધરાલી ગામમાં મંગળવારે વાદળ ફાટતા એક નહેરનું પાણી બહુ ઝડપથી પહાડથી નીચેના વિસ્તારોમાં ધસી આવ્યું. આ ઘટના ઘણી ગંભીર છે. નહેરના પાણીની સાથે ઘણો કાટમાળ પણ આવ્યો છે. આશંકા છે કે જેમાં કેટલાક લોકો દટાયા હોઇ શકે, 60 લોકો ગુમ થયા હોવાની આશંકા જણાઇ રહી છે. જ્યારે 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.


