ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ,ગાંધીનગર અને શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને સંરક્ષણ માટે “યોજના પંચકમ” નો શુભારંભ થયો છે, જે અંતર્ગત સંસ્કૃત સપ્તાહ ઉજવણી ચાલી રહી છે
સંસ્કૃત સપ્તાહ ઉજવણી ભાગરૂપે “સંસ્કૃત સંભાષણ દિન” તરીકે ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત જિલ્લા કલકેટર ગાર્ગી જૈન જાહેર જનતાને સંસ્કૃત ભાષામાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, संस्कृतं विना संस्कृति: न अस्ति|
भाषायाः जननी संस्कृतम्|अयं सप्ताहः संकृतभाषायाः सम्मानाय समर्पितः|
તમામ પદાધિકારી અને અધિકારીઓને “સંસ્કૃત સંભાષણ દિન “માં સહભાગી થવા જણાવ્યું હતું.
“સંસ્કૃત સંભાષણ દિન ” નિમિત્તે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, મદદનીશ કલેકટર.મુસ્કાન ડાગર, જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર નાગરિકનો સંસ્કૃત ભાષામાં શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.
રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર


