સુરત ના ઉધનામાં 1550 કરોડનું સાયબર ફ્રોડ સામે આવ્યું હતું. આ કેસમાં ઉધના પોલીસ એક્શનમાં આવી હતી અને તપાસ કરતાં RBL બેંકની ત્રણ શાખાઓના 8 કર્મચારીઓની ધરપકડ કરી હતી. આ કર્મચારીઓને આઠમી ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલાયા હતાં.
હવે પોલીસે આ કેસમાં 1.50 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. ઉધના પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધ્યો હતો.હાલ તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છેઆ કેસમાં ઉધના પોલીસે બેંક મેનેજર સહીત 8 કર્મીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમના રિમાન્ડ મેળવાયા હતાં. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ નાણાની ખોટી રીતે લેવડદેવડ કરવા માટે કરંટ એન્કાઉન્ટ ખોલી આપતા હતા.અગાઉ પકડાયેલા આરોપીની તપાસમાં સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો. જેમાં કિરાત જાદવાણી અને દિવ્યેશ ચક્રાણી સાથે મળી ફ્રોડ બેંક એકાઉન્ટ ખોલતા હતા.સમગ્ર મામલે SIT દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.સાયબર ફ્રોડના તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થયા હતાં.આ કેસમાં SITની તપાસમાં ખુલાસો થયો હતો કે, આ તમામ બેંક ખાતાનો ઉપયોગ ગેમિંગ, સટ્ટાબાજી અને સાયબર ફ્રોડ જેવા ખોટા વ્યવહારો માટે થતો હતો. મુખ્ય આરોપી કિરાત જાધવાણી અને તેના સાથીદારોએ આ કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. RBL બેંકના કર્મચારીઓને ખોટા એકાઉન્ટ ખોલવાના બદલામાં બે લાખ રૂપિયા સુધીની લાલચ આપવામાં આવી હતી. પોલીસે આ કેસમાં મની ટ્રેલ અને 50 લાખ જેટલા ખાતાની ઊંડી તપાસ કરી હતી.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


