અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવીને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ભારતથી કોઇક બાબતથી નારાજ છે. આવું માની રહ્યા છે
કેનેડામાં રહેતા ભૂતપૂર્વ ભારતીય રાજદૂત વિકાસ સ્વરૂપનું. તેમણે કહ્યું કે મને એવું લાગે છે કે આ વર્ષના મેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ બાદ પાકિસ્તાન સાથે શાંતિ સમજૂતીમાં તેમની તત્કાલીન ભૂમિકા માટે ભારત તરફથી કોઇ પ્રતિક્રિયા ન મળતા તેઓ નારાજ છે.
સમાચાર એજન્સી ANI સાથેના ઈન્ટરવ્યૂમાં વિકાસ સ્વરૂપે ટ્રંપના વ્યવસાય સંબંધિત દબાણ સામે નવી દિલ્હીનું નમતુ ન હોવાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા લગાવવામાં આવેલા આ ટેરિફ અંતે અમેરિકા માટે મોંઘવારી ઊભી કરશે.પૂર્વ રાષ્ટ્રદૂત સ્વરૂપે જણાવ્યું કે પાકિસ્તાન સાથે અમેરિકા સંબંધો મોટા પાયે નાણાકીય હિતોથી પ્રેરિત એક ટૂંકા ગાળાની વ્યૂહાત્મક વ્યવસ્થા છે. સાથે તેમણે આ વાત પર પણ ભાર મૂક્યો કે અમેરિકાનો ભારત સાથેનું સંબંધ કાયમી અને વ્યૂહાત્મક રહેશે.
ટ્રંપ ભારતથી શા માટે નારાજ છે?
તેમણે ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે આપણને એ સમજવાની જરૂર છે કે આખરે આ ટેરિફ લાગવાનું કારણ શું છે. એક તો એ કે ટ્રંપ ભારતથી ખુશ નથી. કારણ કે આપણે BRICSના સભ્ય છીએ. તેમને લાગે છે કે BRICS એ એવા દેશોનું જૂથ છે જે અમેરિકા વિરૂધ્ધ છે અને આવનારા સમયમાં અમેરિકન ડોલરને પડકાર આપી શકે છે. ટ્રંપને લાગે છે કે ભારત BRICSમાં હોવું જોઈએ નહીં.
બીજુ કારણ શાંતિ સમજૂતી માટે ટ્રમ્પને શ્રેય ન આપવો
સ્વરૂપના મતે, બીજું કારણ એ છે કે મે માં થયેલા “ઓપરેશન સિન્દૂર” પછી પાકિસ્તાન સાથે શાંતિ સમજૂતી માટે ટ્રંપને શ્રેય ન આપવાનો ભારતનો નિર્ણય. નવી દિલ્હીએ શરૂઆતથી જ કહ્યુ છે કે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી. કારણ કે ભારત કોઈ પણ બાહ્ય માધ્યસ્થતા સ્વીકારતું નથી. પાકિસ્તાની સૈન્યના કાર્યક્રમ નિર્દેશકની અપીલ પર બંને દેશોની સશસ્ત્ર બળોએ સીધી વાતચીત કરી અને સમજૂતી કરી.
30 વખત જાહેરમાં કહી ચૂક્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ
સ્વરૂપે આગળ કહ્યું કે ટ્રંપ લગભગ 30 વખત જાહેરમાં કહી ચૂક્યા છે કે એ તેમની મહાન ભૂમિકા હતી જેનાથી બંને દેશો યુદ્ધના કગાર પર બચી ગયા છે. તેમણે દાવો કર્યો છે કે તેમણે પરમાણુ યુદ્ધ થવાનું અટકાવ્યું. તેથી તેમને એ વાતથી નારાજગી છે કે ભારતે તેમના યોગદાનને ક્યારેય માન્યતા આપી નથી. જ્યારે પાકિસ્તાને માત્ર માન્યતા આપી નથી પરંતુ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત પણ કર્યું છે.


