HEALTH TIPS : સતત 15 દિવસ રોજ 1 ચમચી ખાઓ આ વસ્તુ, શરીરને થનારા ફાયદા જાણી ચોંકી જશો

0
90
meetarticle

જો તમે ઇન્સ્ટાગ્રામ પર 5 મિનિટ પણ સ્ક્રોલ કરો છો તો તમારા હેલ્થ-ફિટનેસ સાથે સબંધિત દર બીજી રીલ્સમાં ચિયા સીડ્સ વોટરના ફાયદા બતાવવામાં આવશે. તેનું મુલાયમ જેલ જેવું ટેક્સચર ખૂબ જ સંતોષજનક લાગે છે, જોકે તે માત્ર એક વાયરલ ટ્રેન્ડ જ નથી પરંતુ ચિયા સીડ્સ ખરેખર સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ચિયા સીડ્સમાં ફાઇબર, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પાણીમાં પલાડવાથી તે ફૂલીને જેલ જેવા ટેક્સચરમાં રૂપાંતરિત થઈ જાય છે, જે પાચન, હાઇડ્રેશન અને ત્વચા માટે ખૂબ સારા હોય છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અને લીવર એક્સપર્ટ ડૉક્ટર સૌરભ શેઠી જેઓ હાર્વર્ડ અને સ્ટેનફોર્ડથી ટ્રેનિંગ મેળવેલ છે, તેઓ અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર લોકોને પોતાની હેલ્થ માટે સાવધાન રહેવાની સલાહ આપે છે. તેમણે થોડા દિવસ પહેલા જ 14 દિવસ સુધી ચિયા સીડ્સ ખાવાના ચમત્કારી ફાયદા વિશે જણાવ્યું હતું.   કે, દરરોજ એક મોટી ચમચી ચિયા સીડ્સ તમારા પેટના સ્વાસ્થ્યને સારું બનાવવા માટે તમારા ડાયટમાં એક શાનદાર એડિશન હોઈ શકે છે. ચિયા સીડ્સમાં રહેલું ફાઇબર પ્રીબાયોટિક તરીકે કામ કરતાં તમારા પેટના સારા બેક્ટેરિયાને પોષણ આપે છે. તે તમારા ચયાપચયને ઝડપી બનાવીને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. દ્રાવ્ય ફાઇબર gastrointestinal system શુગરના શોષણને ધીમું કરી દે છે જેના કારણે બ્લડ શુગર લેવલમાં અચાનક વધારો નથી થતો, તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here