ENTERTAINMENT : રામાયણમાં પોતાને બદલે રાઘવ જુયાલ ગોઠવાયાનું વિક્રાંત મેસ્સીએ નકાર્યું

0
110
meetarticle

રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’માં મેઘનાદનો રોલ પહેલાં વિક્રાંત મેસ્સી કરવાનો હતો પરંતુ તેની જગ્યાએ રાઘવ જુયાલ ગોઠવાઈ ગયો છે તેવી ચર્ચા ચાલી છે. વિક્રાંત મેસ્સીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અફવા નકારી હતી. જોકે, બાદમાં તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

વિક્રાંત મેસ્સીના જણાવ્યા અનુસાર ‘રામાયણ’માં પોતાને ક્યારેય કોઈ રોલ ઓફર કરાયો જ નથી. આથી, રાઘવ જુયાલ મારી જગ્યાએ ગોઠવાયો હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેણે આવી અફવા કેમ ફેલાઈ છે તે અંગે નવાઈ વ્યક્ત કરી હતી. જોકે, વિક્રાંત મેસ્સીએ કહ્યું હતું કે પોતે આ ફિલ્મને શુભેચ્છા પાઠવે છે અને રીલિઝ થશે ત્યારે પોતે જરુર ટિકિટ ખર્ચીને તે જોવા જશે.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ આગામી દિવાળી વખતે રીલિઝ થવાની છે. તે પહેલાં આગામી રામનવમી ટાણે ફિલ્મના કલાકારોનો કેરેક્ટર લૂક મુંબઈમાં એક જાહેર ઈવેન્ટમાં રજૂ કરાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here