Saturday, May 18, 2024
HomeગુજરાતGUJARAT: નાપાસ થવાની ડરથી ૧૪ વર્ષનો કિશોર ગોવા નાસી ગયો

GUJARAT: નાપાસ થવાની ડરથી ૧૪ વર્ષનો કિશોર ગોવા નાસી ગયો

- Advertisement -

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં  એક ૧૪ વર્ષનો  સગીર લાપતા થયો હતો. આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસ દ્વારા વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ રેલવે સ્ટેશનથી મુંબઇ અને ગોવા સુધી સ્થાનિક પોલીસની મદદ લઇને સતત ૭૨ કલાકની જહેમત બાદ બાળકને ગોવાથી સલામત રીતે  શોધી કાઢવામાં આવ્યો હતો. કિશોરની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેને ધોરણ-૯ની પરીક્ષામાં નાપાસ થવાને કારણે પિતા દ્વારા માર પડવાનો ડર હોવાથી તે ઘર છોડીને નાસી ગયો હતો.

પોલીસે હાલ તેના માતા પિતાને સોપ્યો છે. શહેરના ઘાટલોડિયામાં વિસ્તારમા ંરહેતો ૧૪ વર્ષનો એક કિશોર ૩૦મી એપ્રિલના રોજ  સવારે છ વાગે ટયુશન ગયા બાદ પરત આવ્યો નહોતો. આ અંગે ઘાટલોડિયા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી ડી મોરીએ પોલીસ સ્ટાફની વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવી તપાસ કરતા બાળક રીક્ષામાં બેસતો હોવાની કડી મળી હતી. જેના આધારે રીક્ષાચાલકને શોધીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સગીરે પિતાને કેન્સર હોવાનું કહીને વડોદરા જવાનું છે.તેમ કહીને રીક્ષા ભાડે કરી હતી. બાદમાં તે  વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ઉતરી ગયો હતો. પોલીસે વધુ તપાસ કરતા તે મુંબઇ બાંદ્રા ટર્મિનલ પર  ગયો હોવાની જાણ થતા એક ટીમને મુંબઇ મોકલવામાં આવી હતી. પરંતુત્યાં જઇને તપાસ કરતા તે અન્ય એક રીક્ષામાં રવાના થઇ ગયો હોવાથી મુંબઇ અને રેલવે પોલીસની મદદ લઇને રીક્ષા ચાલકની ભાળ મેળવવામાં આવી હતી.રીક્ષાચાલકની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે સગીર ગોવા જવાની વાત કરતો હતો. જે બાદ પોલીસે મુંબઇ ગોવા રૂટ તેમજ ગોવાના મડગાવકરમલીકેનકોના અને થીવીમ રેલવે સ્ટેશનના ૫૦થી વધુ સીસીટવી તપાસ્યા હતા. જેમાં  તે થીવીમ સ્ટેશન પાસે ઉતર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. જે બાદ ઘાટલોડિયા પોલીસે ગોવામાં ૧૦૦થી વધુ સીસીટીવી તપાસીને અંતે સગીરને બાગા બીચ પરથી શોધ્યો હતો. આમસતત ૭૨ કલાક બાદ શોધીને સલામત અમદાવાદ પરત લાવવામાં આવ્યો હતો. આ અંગે ડીસીપી ઝોન- ૧ હિમાંશુ વર્માએ જણાવ્યું કે  આ કેસમાં બાળકને પિતાએ ધોરણ-૯ના પરિણામને લઇને ઠપકો આપ્યાની જાણ થઇ છે.જેથી બાળક સ્વસ્થ થતા તેનું કાઉન્સીંલીંગ કરવામાં આવશે. ખાસ કરીને આગામી સમયમાં વિવિધ પરિણામો આવશે. જેથી  કોઇ બાળક માનસિક દબાણમાં ન આવે તે માટે વાલીઓ જરૂર પડયે પોલીસની જીવન આસ્થાની મદદ લઇ શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular