Wednesday, May 1, 2024
HomeગુજરાતGUJARAT: સુરતમાં અગનવર્ષા , તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો

GUJARAT: સુરતમાં અગનવર્ષા , તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો

- Advertisement -

સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે ઉતર દિશામાંથી ગરમ પવનનું મૌજુ ફરી વળતા આજે આ વર્ષનું રેકોડબ્રેક ૪૨.૧ ડિગ્રી તાપમાન નોંધાતા વર્ષનૌ સૌથી ગરમ દિવસ નોંધાતા આકાશમાંથી અગનગોળા વછુટતા હોય તેવી ચામડી દઝાડતી ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.દક્ષિણ ગુજરાતમાં ગત અઠવાડિયે કમોસમી વરસાદની આગાહી કર્યા બાદ છુટોછવાયો વરસાદ નોંધાયા પછી આ મહિને ગરમી વરસી રહી હોઇ તેવો આકરો તાપ પડી રહ્યો છે.

આજે સુરત શહેરનું અધિકતમ તાપમાન ૪૨.૧ ડિગ્રીલઘુતમ તાપમાન ૨૯.૦ ડિગ્રીહવામાં ભેજનું પ્રમાણ ૨૩ ટકાહવાનું દબાણ ૧૦૦૬.૧ મિલીબાર અને ઉતર દિશામાંથી કલાકના સાત કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. આમ આજે સુરતનું તાપમાન ૪૨ ડિગ્રી કૂદાવતા આખો દિવસ આકરી ગરમીનો અનુભવ થયો હતો. તો આ વર્ષનું આજે રેકોડબ્રેક અધિકતમ તાપમાન નોંધાયુ હતુ. બપોરના સમયે તો શહેરમાં ૪૪ ડિગ્રી સુધી ગરમીનો પારો પહોચ્યો હોવાથીે રસ્તાઓ પર એકલ દોકલ વાહનો નજરે પડતા હતા. ટુવ્હીલર કે મોપેડ પર જનારાઓ આગ ઝરતી ગરમીથી બચવા માટેના વસ્ત્રો પહેરીને નિકળતા નજરે પડયા હતા. આગામી ચાર-પાંચ દિવસ સુધી સુરત શહેરમાં આગ ઝરતી ગરમી પડે તેવી શકયતાઓ હોવાથી સુરત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હીટવેવથી બચવા માટે માર્ગદર્શિક જાહેર કરાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular