Thursday, May 2, 2024
Homeગુજરાતચોટીલામાં બે મોબાઇલની દુકાનોમાંથી રૂ. 65થી 70 હજારના મુદ્દામાલની ચોરી

ચોટીલામાં બે મોબાઇલની દુકાનોમાંથી રૂ. 65થી 70 હજારના મુદ્દામાલની ચોરી

- Advertisement -

ચોટીલા શહેરમાં બે જુદા જુદા વિસ્તારોમાં બે મોબાઇલની દુકાનના તાળા તોડી ચોરી થતા મોબાઇલના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ ચોરીની ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલામાં રાત્રીના અંધારામાં આણંદપુર રોડની સાહિલ મોબાઈલની દુકાનના શટરના કટરથી તાળા તોડી તસ્કરોએ મોબાઇલની અલગ અલગ આશરે રૂ. 15થી 20 હજારની એસેસરીઝની ચોરી કરી છે.

વધુમાં તસ્કરોએ બીજા દિવસે પણ રાત્રીના અંધારામાં ખાંડી પ્લોટમાં આવેલી રાજાવીર મોબાઇલ વાળાની દુકાનનું શટર તોડી ટેબ્લેટ, મોબાઇલ, સ્માર્ટ વોચ અને એસેસરીઝ મળી રૂ. 50 હજાર આસપાસના માલ સામાનની ચોરી કરતાં દુકાનદારો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ ચોરીની ઘટનાઓ અંગે દુકાનદારોએ પોલીસને જાણ કરતા તપાસમાં આવેલ અને અરજી લઇ તપાસ ચાલુ કરી છે. ખાંડી પ્લોટ વિસ્તારમાં 20 જેટલી મોબાઇલ દુકાનો આવેલી છે. બે દિવસમાં બે દુકાનના તાળા તૂટી ચોરીના બનાવ બનતા બજારમાં ફફડાટ ફેલાયો છે અને રાત્રી ચોકી પહેરા સાથે પેટ્રોલીંગ કડક કરવા માંગ ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular