Gujarat : પોરબંદર સહિત રાજ્યભરના શિક્ષકોને ભણાવવા સિવાયની અન્ય કામગીરી માંથી મુક્તિ આપાવવા ઉચ્ચ કક્ષાએ થઈ રજુઆત

0
59
meetarticle


પોરબંદર સહિત રાજ્યભરના શિક્ષકોને ભણાવવા સિવાયની અન્ય ૫૫ થી વધુ ઈતર વધારાની સરકારી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોવાના કારણે શૈક્ષણિક કાર્ય ઉપર તેની વિપરીત ગંભીર અસર થઈ છે તેમ જણાવીને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ના પ્રતિનિધિઓ દ્વારા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી શૈક્ષણિક કામગીરી સિવાયની કામગીરી માંથી મુક્તિ આપાવવા માંગ કરી છે.


આંતરરાષ્ટ્રય માનવ અધિકારના પ્રમુખ કેયુર જોશી તેમજ સભ્યો કાન્તીભાઈ બુધેચા, તસ્લીમ મન્સૂરી, પુંજાભાઈ કેસવાલા દ્વારા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરતઅને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્ય સરકાર હસ્તગતની સરકારી સ્કૂલોના શીક્ષકો તેમજ પ્રિન્સીપાલોની બાળકોના અભ્યાસ સિવાયની અન્ય કામકાજો માંથી મુક્તિ આપવા બાબતની રજુઆત કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં સરકારી સ્કૂલોમાં શીક્ષકોની ૩૩,૦૦૦ થી અને ૩૫૦૦ થી વધુ સ્કૂલોના પ્રિન્સી પાલોની જગ્યા ખાલી છે જેમના હિસાબે બાળકો પોતાનું પાયાનું શીક્ષણ જે બાળકોના મૂળભૂત અધિકાર છે તે રાજ્ય સરકારની અને શિક્ષણ વિભાગની નીતિઓના હિંસાબે મેળવી શક્તા નથી જેથી બાળકો તેમના મૂળભૂત અધિકાર થી વંચિત રહી જાય છે અને પુરતો માનસિક વિકાસ કરી શકતા નથી.

ગુજરાત રાજ્યમાં સરકારી સ્કૂલોમાં શીક્ષકોની ઘટ ના હિસાબે ઘણી જગ્યાએ ૧ થી ૮ ધોરણ વચ્ચે ૨ જ શીક્ષકો હોય છે અથવા તો એકજ શીક્ષક થી કામ ચાલતું હોય છે. ઘણી સરકારી સ્કૂલોમાં શીક્ષકો સંખ્યા ખુબજ ઓછી હોય છે પરંતુ સરકારની ભરતી કરવાની પ્રક્રિયાના વિલંભને કારણે વર્ષો થી ભરતી પ્રક્રિયા થતી નથી અને જે પ્રક્રિયા ભરતી માટે હાથ ધારે છે તે ખુબજ ઓછી સંખ્યામાં ભરતી કરે છે તેમજ સરકાર દ્વારા અને ઉપરોક્ત સામાવાળાઓ દ્વારા શિક્ષણ સિવાયની અન્ય કામોમાં ઓર્ડર કરી દેતા હોય જેમના હિસાબે શિક્ષણ મેળવવાના સમયમાં શિક્ષકો હાજાર રહી બાળકોને અભ્યાસ કરાવી શકતા ના હોય જેમના હિસાબે બાળકો પોતાને ભારતીય બંધારણમાં મળેલ મૂળભૂત અધિકારો પ્રમાણે ઉપરોક્ત સામાવાળાઓના હિસાબે મેળવી શકતા નથી.

શિક્ષકો ને ફક્ત ભણાવવા નું જ કાર્ય કરવું અન્ય કાર્ય માટે ક્લાર્ક ઓપરેટર ની વ્યવસ્થા કરવી જોઈએ તે થતી નથી. સ્કુલોમાં ક્લાર્કની પણ વ્યવસ્થા કરેલ ના હોય તમામ કામગીરીઓ પ્રિન્સિપાલે અથવા

હાજર પરના શિક્ષકે કરવી પડી રહી છે. એકબાજુ પુરતી ભરતી કરતા નથી અને જે શિક્ષકો છે એમને વિવિધ કામગીરોઓ સોપીને બાળકોને તેમના અભ્યાસ થી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા ‘પરખ’ (PARAKH) રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં નબળું જોવા મળ્યું છે.
સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ-10 પરફોર્મિંગ સ્ટેટ્સ)ની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી. તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછું પ્રદર્શન કરનારા (લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં થયો છે.
ગુજરાત રાજ્ય સરકાર હેઠળના ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટ, એસડીએમ, તાલુકા શિક્ષણ અધિકારી, જીલ્લા શિક્ષણ અધિકારી પોતાની મનમાની મુજબ સરકારની વિવિધ યોજનાઓ તેમજ કામગીરી માટે શિક્ષકોને વિવિધ કામગીરીઓ માટે વસ્તી ગણતરી કરવાના ઓર્ડર કરી ધ્યે છે, ચુંટણીના કાર્યક્રમોના ઓર્ડર કરી ધ્યે છે, બીએલલોના ઓર્ડર કરી ધ્યે છે, કોઇપણ સભા ના કાર્યક્રમોમાં મૂકી ધ્યે છે, ગરીબ કલ્યાણ કાર્યક્રમોમાં અને જો સરકારી સ્કૂલોના શીક્ષકો હાજર ના થાય તો તેમની વિરુધ ધરપકડના વોરંટ ઇસ્યુ કરે છે ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ૫૫ થી વધુ જાતની અલગ અલગ શિક્ષણ સિવાયની કામગીરીઓ સમયાંતરે આપ્યા રાખે છે જેમના હિસાબે શિક્ષકોને શિક્ષણની કામગીરી કરી શકતા નથી જેમનું નુકશાન બાળકોના શિક્ષણમાં થાય છે
આમ ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટ, એસડીએમ, તાલુકા શિક્ષણ અધિકારી, જીલ્લા શિક્ષણ અધિકારીના હિસાબે સરકારી સ્કૂલોમાં શીક્ષકો આખા વર્ષમાં અભ્યાસ સિવાયની અન્ય પ્રવુતિઓ માં જ વ્યસ્ત રહે છે તેમજ વિવિધ કાર્યકમોમાં સરકારી સ્કૂલોના શીક્ષકો ઓર્ડર કરી કામગીરી બાબતે ઓર્ડર કરી દેવામાં આવે છે
આ સિવાય જે બાળકોને શારુ શિક્ષણ મેળવવું હોય અને તેમની આર્થિક સ્થિતિ સારી ના હોય તેઓ ઉપરોક્ત સામાવાળાઓના હિસાબે શિક્ષણથી વંચિત રહી જાય છે જેમના હિસાબે બાળકોમાં સામાજિક જ્ઞાન નથી આવતું કે બાળકોનો અભ્યાસ ફક્ત દેખાવ ખાતરનો રહી જાય છે કેમ કે બાળક ૮ ધોરણ સુધી અભ્યાસનું વર્ષ થી વધશે પરંતુ બાળકોને તેમના જીવનમાં જરૂરી એવું અભ્યાસ લક્ષી પ્રાથમિક મેળવી શકતા નથી.
શિક્ષણ સિવાયની પ્રવૃતિઓ સામાવાળાઓ દ્વારા અલગ અલગ આપવામાં આવે છે જેમાં
શિક્ષકો ને ભણાવવા ને બદલે બીએલઓ તેમજ સુપરવાઇઝરની કામગીરી સોંપવામાં આવે છે.એક પેડ મા કે નામ અંતર્ગત શિક્ષકો બાળકોના માતા સાથે ના ફોટા પાડી અપલોડ કરી સર્ટિફિકેટ
ડાઉનલોડ કરવાની કામગીરીમાં સોપવામાં આવે છે. સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય ફોટા પાડી રજી સ્ટ્રેશનની કામગીરી સોપવામાં આવે છે.વિકસિત ભારત બિલ્ડથોન ૨૦૨૫ કાર્યક્રમના અમલીકરણ ની કામગીરી સોપવામાં આવે છે.કલા ઉત્સવ તૈયારી ની કામગીરી સોપવામાં આવે છે.બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન ની કામગીરી સોપવામાં આવે છે.
ગ્રાન્ટ વપરાશ તેમજ PFMS કરવા ની કામગીરી સોપવામાં આવે છે. રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ અંતર્ગત નાટકો ગ્રામજનોને જાગૃત કરવા વગેરે જેવી ની કામગીરી
સોપવામાં આવે છે. CTS અપડેશન કામગીરી સોપવામાં આવે છે. UDISE+ કામગીરી ની કામગીરી સોપવામાં આવે છે સ્કુલોમાં ક્લાર્કની જગ્યા તેમજ ભરતી થતી નથી જેમના હિસાબે તમામ કામગીરી પ્રિન્સીપાલ અથવા હાજર પરના શિક્ષકે કરવી પડે છે અપાર 🆔 બનાવવા ની કામગીરી સોપવામાં આવે છે.
ખેલ મહાકુંભ ની એન્ટ્રી કરવાની કામગીરી સોપવામાં આવે છે.
એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ ની કામગીરી સોપવામાં આવે છે.
ટ્વિનિંગ કાર્યક્રમ કરવા ની કામગીરી સોપવામાં આવે છે.
રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન તેમજ શહેર એક્ઝિબિશન કાર્યક્રમ કરવા ની કામગીરી સોપવામાં આવે છે. વિકસિત ભારત બિલ્ડથોન ૨૦૨૫ કાર્યક્રમના અમલીકરણ કરવા ની કામગીરી સોપવામાં આવે છે. દીક્ષા પોર્ટલ પર તાલીમ લેવા ની કામગીરી સોપવામાં આવે છે.
તાલુકા લેવલ વિષય ની તાલીમ લેવા ની કામગીરી સોપવામાં આવે છે.સ્વછતા હી સેવા કાર્યક્રમ અમલીકરણ અંતર્ગત ની કામગીરી સોપવામાં આવે છે. સ્વછતા પખવાડિયું ઉજવવા ની કામગીરી સોપવામાં આવે છે. શિષ્યવૃતિ ની ડિજિટલ ગુજરાત અંતર્ગત ની કામગીરી સોપવામાં આવે છે.
ઓનલાઈન તેમજ ઓફલાઈન હાજરી પૂરવા ની કામગીરી સોપવામાં આવે છે.રોજનીશી, પત્રક A B C એનલાઈન તેમજ ઓફલાઈન એન્ટ્રી કરવા ની કામગીરી સોપવામાં આવે છે. ત્રિમાસિક કસોટી લઈ પેપર ચેક કરવા ની કામગીરી સોપવામાં આવે છે.એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત 75 રૂપિયામાં તજજ્ઞ ને આમંત્રણ આપી તાસ યોજી 50 રૂપિયાની શૈક્ષણિક કીટ લઈ PFMS કરી UTC હાડકોપી પહોંચાડવા ની કામગીરી સોપવામાં આવે છે.સમૃદ્ધિ કાર્યક્રમ ની એન્ટ્રી ની કામગીરી સોપવામાં આવે છે.
CET NMMS CGMS PSE વગેરે પરીક્ષા ફોર્મ ની એન્ટ્રી ની કામગીરી સોપવામાં આવે છે.નેશનમ સ્પોર્ટ્સ ડે ની ઊજવણી કરવા ની કામગીરી સોપવામાં આવે છે. SMC ની મિટિંગ એજન્ડા ફોટા ભાવ પત્રક વગેરે નિભાવ ની કામગીરી સોપવામાં આવે છે.વિદ્યાંજલી પોર્ટલ માં એન્ટ્રી કરવા ની કામગીરી સોપવામાં આવે છે. વિશ્વ સિંહ દિન ઉજવણી કરવા ની કામગીરી સોપવામાં આવે છે. સંસ્કૃત સપ્તાહ ઉજવણી ની કામગીરી સોપવામાં આવે છે. 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી ઉજવણી તૈયારી ની કામગીરી સોપવામાં આવે છે.
SBI, ICICI, BOB, SMC EDUCATION PRINCIPAL વગેરે ખાતા ખોલવી રેકર્ડ નિભાવવા ની કામગીરી સોપવામાં આવે છે. ઇન્સ્પાયર એવોર્ડ રજીસ્ટ્રેશન ની કામગીરી સોપવામાં આવે છે.
વિદ્યાર્થીની ઈ કેવાયસી કામગીરી કરવા ની કામગીરી સોપવામાં આવે છે.શાળા પ્રવેશોત્સવ ઉજવણી કરવા સંદર્ભે આયોજન ની કામગીરી સોપવામાં આવે છે.
નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ ની કામગીરી સોપવામાં આવે છે.પૂર્ણ યોજના તેમજ વિવિધ યોજના અંતર્ગત પુનઃ પ્રવેશ કરવા ની કામગીરી સોપવામાં આવે છે. શાળા બહારના બાળકોનો સર્વે કરવા ની કામગીરી સોપવામાં આવે છે. શાળાએ ન આવતા બાળકોના વાલી સંપર્ક કરવા ની કામગીરી સોપવામાં આવે છે.શાળા બહારના બાળકોને પુનઃ પ્રવેશ આપવા સંદર્ભે વાલીઓને કન્વિન્સ કરાવવા ની કામગીરી સોપવામાં આવે છે.SIC સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ કામગીરી ની કામગીરી સોપવામાં આવે છે.યોગ દિવસની ઉજવણી ની કામગીરી સોપવામાં આવે છે. વિદ્યાંજલિ કાર્યક્રમ અંતર્ગત સમાજની સહભાગીતા વધારવા માટે મીટીંગ તેમજ વાલીઓને કન્વીન્સ કરવા ની કામગીરી સોપવામાં આવે છે.
હર હર તિરંગા કાર્યક્રમ ની કામગીરી સોપવામાં આવે છે. ઈકો ક્લબ પ્રવૃત્તિ ની કામગીરી સોપવામાં આવે છે.સ્કૂલ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા ની કામગીરી સોપવામાં આવે છે.ઈ ખેલ પાઠશાલા ખેલો ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન કરવા ની કામગીરી સોપવામાં આવે છે. કર્મયોગી બોટલ પર એન્ટ્રી કરવા ની કામગીરી સોપવામાં આવે છે.એસ એ એસ પોર્ટલ પર બિલ બનાવવા ની કામગીરી સોપવામાં આવે છે. બેસ્લાઈન એસેમેન્ટ કરવા ની કામગીરી સોપવામાં આવે છે.
સક્ષમ શાળા એન્ટ્રી કરવા ની કામગીરી સોપવામાં આવે છે.
વિવિધ VC તેમજ લાઇવ ટેલિકાસ્ટ નિહાળવા ની કામગીરી સોપવામાં આવે છે. મધ્યાન ભોજન ની ઓનલાઇન ડેટા એન્ટ્રી તેમજ રજીસ્ટર નિભાવ ની કામગીરી સોપવામાં આવે છે.શાળા સિદ્ધિ રજીસ્ટ્રેશન કામગીરી ની કામગીરી સોપવામાં આવે છે.
આમ ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટ, એસડીએમ, તાલુકા શિક્ષણ અધિકારી, જીલ્લા શિક્ષણ અધિકારીના દ્વારા બાળકોના અભ્યાસની પ્રવૃતિઓ સિવાયની તમામ પ્રકાર પ્રવૃતિઓમાં સરકારી સ્કુલના શિક્ષકો અને પ્રિન્સીપાલો વ્યસ્ત રાખતા હોય ઉપરાંત ગુજરાતભરમાં સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ હોય જે વર્ષો થી પુરતી થતી નાં હોય જેમના હિસાબે બાળકોને અભ્યાસની પ્રવુંતીઓ શિક્ષકો કરાવી શકતા નથી અને બાળકોનો સર્વાંગી વિકાસ સાધી શકાતો નથી.
જે શિક્ષકો એટલે કે બાળકોના પાયા નાખખાર છે અને માતા પિતા પહેલા ગુરુ સ્થાન મળેલ છે તેઓ વિરુધ પણ ખોટી રીતે અધિકારી ઓ દ્વારા શિક્ષણ કાર્ય થી વંચિત રાખીને ધરપકડના વોરંટ ઇસ્યુ કરતા હોય તો આજના લોક તાંત્રિક દેશ માટે ખુબ જ ક્ષોભ જનક વાત છે આથી અમોની આપશ્રેને નમ્ર અરજ છે કે સરકારી સ્કૂલોના પ્રાથમિક થી લઈને, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકોને શિક્ષણ સિવાયની ઈતર પ્રવુંતીઓના આદેશો બંધ કરાવવા રજુઆત કરી છે.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here