GUJARAT : ભરૂચમાં 21 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીનો વોન્ટેડ આરોપી રાજકોટથી ઝડપાયો

0
45
meetarticle

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે ભરૂચ શહેર ‘એ’ અને ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ચાર ગુનામાં છેલ્લા 21 વર્ષથી નાસતા ફરતા રીઢા અને લિસ્ટેડ આરોપીને રાજકોટ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.


પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી કમલેશ ઉર્ફે કમલા ગોરચંદ ડામોર (રહે. રાજકોટ, મૂળ મધ્યપ્રદેશ) હાલ રાજકોટમાં હાજર છે. બાતમીના આધારે પોલીસે રાજકોટ જઈને ખેડા પાસે આવેલી મુરલીધર હોટલ પરથી તેની ધરપકડ કરી હતી.
આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here