ખેડા એલ.સી.બીએ મહેમદાવાદ તાલુકાના જરાવત ગામે દરોડો પાડીને મોપેડની ડીકીમાં છુપાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ, રોકડ અને મોપેડ સહિત કુલ રૂ.૩૨,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા એલ.સી.બી.ની ટીમ મહેમદાવાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, જરાવત ગામના ભીમનાથપુરા વિસ્તારમાં એક શખ્સ નંબર વગરના બ્લુ કલરના ટી.વી.એસ. જ્યુપિટરની ડેકીમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. જેથી બાતમીવાળી જગ્યાએ પોલીસે રેડ પાડતા કિરીટભાઈ ઉર્ફે દશરથ રૂપસિંહ શનાભાઈ ડાભી (રહે. જરાવત, ભીમનાથપુરા)ને મોપેડ સાથે ઝડપી પાડી ડેકીની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન નંગ ૩૬ કિંમત રૂપિયા ૭,૨૦૦ની તેમજ જ્યુપિટર મોપેડ કિંમત રૂ. ૨૫,૦૦૦ અને રોકડ રકમ ૨૦૦ મળી કુલ રૂ.૩૨,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યોે હતો. આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

