અંકલેશ્વર GIDCમાં ડેક્કન ફાઇન કેમિકલ્સ કંપની બહાર કેમિકલ ભરેલું એક ટેન્કર પલટી મારી જતાં રોડ પર રસાયણ ફેલાઈ ગયું હતું, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ટેન્કર ચાલકનો બચાવ થયો છે.
ટેન્કર લપસી જતાં થયેલા આ અકસ્માત બાદ કંપની દ્વારા DPMC (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) કે GPCB (પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) ને સમયસર જાણ કરવામાં આવી ન હતી. આખરે એક જાગૃત નાગરિકની જાણ બાદ બપોરે ૨ વાગ્યે ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી.ક્રેઇનની મદદથી પલટી ગયેલા ટેન્કરને હટાવવામાં આવ્યું હતું, જેના કારણે ચોકડી પરના રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, આ ઘટનામાં સંબંધિત કંપનીની બેદરકારી સામે આવી છે.

