GUJARAT : રાજ્યમાં બે દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે, ત્યાર બાદ ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધશે

0
44
meetarticle

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી બે દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. ત્યાર બાદ ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા તાપમાનમાં વધઘટ જોવા મળશે.

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર હવે ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે. રાજ્યભરમાં ઠંડીના ચમકારાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા સૂકા અને ઠંડા પવનોના કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. ત્યાર બાદ ઠંડીનો ચમકારો વધશે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી બે દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. ત્યાર બાદ ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા તાપમાનમાં વધઘટ જોવા મળશે. લઘુતમ તાપમાન 15થી 16 અને મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સુધી રહેશે. હાલમાં રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરે ગરમી પડતાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે, જે શિયાળાની ઋતુનું આગમન સૂચવે છે.હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. લોકોએ સ્વાસ્થ્ય જાળવવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here