Wednesday, May 22, 2024
Homeગુજરાતગુજરાત TAT 2023નું પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજરાત TAT 2023નું પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર

- Advertisement -

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટની પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કર્યુ છે. જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા તેઓ વેબસાઈટ પરથી પરિણામો જાણી શક્શે અને ડાઉનલોડ કરી શક્શે. 

ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા 04 જૂન 2023ના રોજ લેવાયેલી TATની પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારો  પરીક્ષામાં હાજર હતા તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ sebexam.org પર  તેમનું પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષે TAT 2023ની પરીક્ષામાં જનરલ સ્ટડીઝ અને ડોમેન વિષયોના 100 બહુવિધ-પસંદગીના પ્રશ્નોનો સમૂહ દર્શાવવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 0.25 માર્કની પેનલ્ટી લાગુ કરવામાં આવી હતી. ગુજરાત TAT માં પાસ થયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને આગામી શેડ્યૂલ વિશે બોર્ડ દ્વારા જાણ કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે  TATની પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે ત્યારે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર ગજરાત  TAT પરિણામની લિંક પર ક્લિક કરી પોતાની વિગત ભરીને સબમિટ કરવાનુ રહેશે ત્યારબાદ નવી ટેબ ખુલશે જેમા ઉમેદવાર TAT પ્રિલિમ્સનું પરિણામ સ્ક્રીન પર જોઈ શક્શે. ઉમેદવારે આ પરિણામની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરવાની રહેશે જેથી મેઈન્સ પરીક્ષામાં બેસવા માટે પાત્ર થશે. TATની મેઇન્સ પરીક્ષા માટેનું સમયપત્રક બોર્ડ દ્વારા સમયસર જાહેરાત કરવામાં આવશે. આ માટે ઉમેદવારોએ બોર્ડની વેબસાઈટ પર તપાસ કરતા રહેવા જણાવ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular