Wednesday, May 1, 2024
Homeગુજરાતગુજરાત યુથ કોગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ કોગ્રેસમાંથી આપ્યુ રાજીનામું

ગુજરાત યુથ કોગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ કોગ્રેસમાંથી આપ્યુ રાજીનામું

- Advertisement -

કોગ્રેસના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના 24 કલાક અગાઉ ગુજરાત કોગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાત યુથ કોગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હાર્દિકના રાજીનામા બાદ એનએસયુઆઇ, યુથ કોગ્રેસનું એક જૂથ વિશ્વનાથસિંહના વિરોધમાં હતું. વિશ્વનાથ સિંહ વાઘેલા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે.

કોગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોગ્રેસની મુખ્ય ઓફિસોમાં ગાંધી પરિવારની ભક્તિ થાય છે. નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા, રાહુલ, પ્રિયંકાના ફોટો હોય છે. કોગ્રેસનું ગળું તો ક્યારનું રૂંધી નાખવામાં આવ્યુ છે, હવે ધીમે ધીમે અહેસાસ થયો હતો. ત્યારની કોગ્રેસ દેશની સેવા કરવા માટે નહી પણ એક પરિવારની ભક્તિ જ કરે છે. કોગ્રેસે રૂપિયા લઇને મને પદ આપ્યા હોવાનો વિશ્વનાથસિંહે આરોપ લગાવ્યો હતો. યુથ કોગ્રેસની ચૂંટણીમાં એક કરોડ 70 લાખ રૂપિયા મે, મારા ગ્રુપે પાર્ટીને આપ્યા છે.

વિશ્વનાથ સિંહે કહ્યું કે યુવાનોને જરૂર પડે ત્યારે નેતાઓ હાજર રહેતા નથી. પક્ષમાં નેતાઓનો જૂથવાદ અને પક્ષની સિસ્ટમથી ધૃણા છે. યુવાનો કોગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય જોતા નથી. નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular