GUJARAT : ગુજરાતની શાળાઓમાં ૧૬ ઓક્ટોબરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન

0
141
meetarticle

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર મુજબ, શાળાઓમાં ૧૬ ઓક્ટોબરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
પ્રથમ શૈક્ષણિક સત્ર ૧૫ ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે, અને ત્યારબાદ ૧૬ ઓક્ટોબરથી ૫ નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. વેકેશન બાદ, ૬ નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે, જે ૩ મે, ૨૦૨૬ સુધી ચાલશે.
આ શૈક્ષણિક વર્ષમાં કુલ ૨૪૦ દિવસનું શૈક્ષણિક કાર્ય અને ૮૦ દિવસની રજાઓ રહેશે. પ્રથમ સત્ર ૯ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી ૧૦૫ દિવસનું રહેશે, જ્યારે બીજું સત્ર ૧૪૪ દિવસનું રહેશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here