પોરબંદર જિલ્લાના રાણાવાવ પો.સ્ટે. વિસ્તારના રાણા ખીરસરા ગામ તથા બગવદર પો.સ્ટે. વિસ્તારના બોરીચા ગામ તથા રાણા રોજીવાડા ગામે થયેલ ઘરફોડ ચોરીના કુલ-૦૩ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના સાથે મહીલા કુલ ૧૪,૮૦,૬૫૦ ના મુદામાલ સાથે ઘાંટવડ ગેંગના ગુજસીકોટ હેઠળ થયેલ કાર્યવાહી ના વિશાળ રાઠોડની પત્ની કાજલ રાઠોડ નામની આરોપીને રાણાવવા માં થી પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા (I.P.S.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (I.P.S.) દ્રારા અનડીટેક મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે વખતો વખત આપેલ સુચના આધારે એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો ટેકનિકલ રાહે તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે ગત વર્ષથી તપાસ કરી રહેલ હતા દરમ્યાન ટેકનીકલ રાહે ઘરફોડ ચોરી કરનાર આરોપીઓ અંગે માહીતી એકત્ર કરી તપાસ કરી રહેલ હતા દરમ્યાન આજરોજ રાણાવાવ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના એ. એસ.આઈ. રાજેન્દ્રભાઇ જોષી તથા રણજીતસિંહ દયાતર હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમારને ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસથી આધારભુત હકીકત મળેલ કે, રાણાવાવ પો.સ્ટે. ગુ.ર.નં. A-11218015250 663/૨૦૨૫ બી.એન.એસ. ક. ૩૦૫(એ), ૩૩૧(૩), ૫૪ મુજબના કામે પકડવાની બાકી મહીલા આરોપી કાજલબેન વા/ઓ આતીશ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ રાઠોડ રાણાવાવ રેલ્વે સ્ટેશન પાસે આવેલ ઝુપડપટ્ટીમાં આવનાર છે. જે હકીકત મળતા હકીકતવાળી મહીલાની વોચ તપાસમાં રહેતા મહીલા આરોપી કાજલબેન વા/ઓ આતીશ ઉર્ફે વિશાલ બહાદુર ભાઇ રાઠોડ ઉ.વ.૨૬ રહે. ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદીર પાસે રેલ્વે સ્ટેશન રોડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ વાળી આવતા પકડી લઇ ઉપરોકત ગુનાની સમજ કરી મહીલા પાસે રહેલ થેલીની જડતી તપાસ દરમ્યાન થેલીમાંથી એક મોબાઇલ ફોન તથા સોના-ચાંદીના દાગીના મળી આવતા જે બાબતે મહીલા પાસે સદરહું મુદામાલના બીલ કે આધાર માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા મહીલા આરોપી પાસે થી મોબાઇલ ફોન નંગ-૧ તથા સોનાના ચેઇન નંગ-૦૩ તથા સોનાની વીંટી નંગ-૦૬ તથા સોનાનું પેંડલ નંગ-૦૧ તથા સોનાની બાલી જોડી-૦૧ તથા ચાંદીનો ઝુડો નંગ-૦૧ B.N.S.S. ક. ૧૦૬ મુજબ કબ્જે કરી મહીલા આરોપીને ઉપરોકત રાણાવાવ પો.સ્ટે.ના ગુનાના કામે પોલીસ હવાલે લીધેલ. તેમજ મહીલા આરોપી પાસે થી મળી આવેલ મુદામાલ સોના-ચાંદી ના દાગીના બાબતે પુછપરછ કરતા પોતે તથા પોતાના પતિ આતિશ આતીશ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ રાઠોડ તથા પોતાના દીયર રાહુલ બહાદુરભાઇ રાઠોડ સાથે મળી નીચે મુજબની ઘરફોડ ચોરીઓ કરેલાની કબુલાત આપેલ છે.

પકડાયેલ તેમજ સહ આરોપી ઓ ઘરફોડ ચોરીઓમા ધરાવે છે માસ્ટરી આરોપી પકડાયેલ મહિલા આરોપી કાજલ રાઠોડ પોતાના પતિ આતીશ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ રાઠોડ તથા પોતાના દીયર રાહુલ બહાદુરભાઇ રાઠોડ સાથે મળી વાડી વિસ્તારના રહેણાક મકાનમાં દિવસના કોઈ વસ્તુ જેવી કે પ્લાસ્ટિકની ડોલ તપેલા અને રમકડાં વેચવા ના બહાને રહેણાક મકાને રેકી કરી બંધ મકાન ને ટાર્ગેટ કરી ચોરી કરવાની (M.O) modus operandi.થી ઘરફોડ ચોરીઓ કરેલ છે. પોરબંદર ના જિલ્લામાં ત્રણ ગામમાં કરી હતી લાખોના સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી પકડાયેલ આરોપી કાજલે આશરે સવા વર્ષ પહેલા પોતાના પતિ આતીશ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ રાઠોડ તથા પોતાના દીયર રાહુલ બહાદુરભાઇ રાઠોડ સાથે મળી રાણાવાવ પોસ્ટે વિસ્તારના રાણા ખીરસરા ગામની સીમમાં આવેલ એક રહેણાક મકાનનું તાડુ તોડી ઘરમાથી સોનાનો સવા બે તોલાનો ચેન તથા ગળામાં પહેરવાનો સોનાનો ચેન જેનો વજન પોણા બે તોલાનો તથા હાથમાં પહેરવાની વિટી નંગ ૦૧ તથા કાનમાં પહેરવાનું સોનાનુ ઝુમ્મર ૦૩ ગ્રામ તથા કમરે પહેરવાનો ચાંદીનો ઝુડો ૩૦ ગ્રામ કુલ કી.રૂા. ૧,૮૩,૦૦૦/- ની ચોરી કરેલની કબુલાત આપેલ. તેવી જ રીતે આશરે ૯ મહિના પહેલા કાજલે પતિ આતીશ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ રાઠોડ તથા પોતાના દીયર રાહુલ બહાદુરભાઇ રાઠોડ સાથે મળી બગવદર પોસ્ટે વિસ્તારના બોરીયા ગામ વાડી વિસ્તારના એક રહેનાક મકાને તાળુ તોળી સોનાના દાગિના આશરે ૧૫ તોલા તથા રોકડા રૂપિયા ૭૦ હજાર તથા ૩૦૦૦ ડોલર મળી કુલ કી.રૂા. ૫,૯૫,૦૦૦/- ની ચોરી કરેલ હતી તેમજ આશરે પાંચ મહીના પહેલા બગવદર પોસ્ટેના રોજીવાડા ગામની સીમમા શ્યામ મીલની બાજુના વાડી વિસ્તારના રહેણાક મકાનનુ તાળુ તોડી તોલા સોનાનુ ચેઈન તથા સોનાની વિટી તથા રોકડા રૂા. ૭૦,૦૦૦/- મળી કુલ કી.રૂા. ૧,૨૧,૦૦૦/- ની ચોરી કરેલાની કબુલાત આપેલ છે
આરોપી કાજલબેન વા/ઓ આતીશ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ રાઠોડ ઉ.વ.૨૬ અને તેમના પતિ આતિશ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ રાઠોડ ઉ.વ.૨૮ રહે. બન્ને ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદીર પાસે રેલ્વે સ્ટેશન રોડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ અને દિયર રાહુલ બહાદુરભાઇ રાઠોડ ઉ.વ.૨૧ રહે. ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદીર પાસે રેલ્વે સ્ટેશન રોડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ. વાળા પાસેથી પકડાયેલ મુદામાલમાં સોનાનો આઠડા ડીઝાઇનનો જેન્ટ્સ ચેઇન-૦૧ વજન ૪૦.૨૭૦ ગ્રામ ૨૦ કેરેટ કી.રૂા. ૫,૬૫,૨૦૦/-, સોનાનો પાસી જેન્ટ્સ ચેઇન-૦૧ વજન ૧૭.૧૨૦ ગ્રામ ૨૨ કેરેટ કી.રૂા. ૨,૬૫,૩૫૦/-, સોનાનો ફેન્સી પારાવાળો લેડીઝ ચેઇન-૦૧ વજન ૭.૬૧૦ ગ્રામ ૨૨ કેરેટ કી.રૂા. ૧,૧૮,૨૦૦/-,સોનાની ઢારાની જેન્ટ્સ વીંટી-૦૧ વજન ૫.૧૬૦ ગ્રામ ૨૨ કેરેટ કી.રૂા. ૮૦,૦૦૦/-,સોનાની કાસ્ટીંગની લેડીઝ વીંટી-૦૧ વજન ૨.૦૫૦ ગ્રામ ૨૨ કેરેટ કી.રૂા. ૩૧,૮૦૦/-, સોના ની ટીલી લેડીઝ વીંટી-૦૧ વજન ૨.૩૬૦ ગ્રામ ૨૨ કેરેટ કી.રૂા. ૩૬,૬૦૦/- , સોનાની પોકલ લેડીઝ વીંટી-૦૧ વજન ૧.૫૬૦ ગ્રામ ૨૦ કેરેટ કી.રૂા. ૨૧,૯૫૦/-, સોનાની ફેન્સી વીંટી-૦૧ વજન ૧.૫૨૦ ગ્રામ ૨૦ કેરેટ કી.રૂા. ૨૧,૩૫૦/-,સોનાની ફેન્સી વીંટી-૦૧ વજન ૧.૫૬૦ ગ્રામ ૨૦ કેરેટ કી.રૂા. ૨૧,૯૫૦/- ,સોના નું કલકત્તી ડીઝાઇનનું પેંડલ-૦૧ વજન ૧૮.૫૦૦ ગ્રામ ૨૨ કેરેટ કી.રૂા. ૨.૮૬,૭૫૦/-, સોનાની બાલી જોડી-૦૧ વજન ૧.૩૪૦ ગ્રામ ૨૦ કેરેટ કી.રૂા. ૧૮,૮૦૦/-, ચાંદીનો ઝુડો-૦૧ વજન ૩૦ ગ્રામ કી.રૂા. ૭૭૦૦/-,કાળા કલરનો વીવો કંપનીનો Y21 મોબાઇલ ફોન જેમાં કોઇ સીમકાર્ડ લગાડેલ ન હોય કિં.રૂા. ૫૦૦૦/-મોબાઇલ તથા દાગીનાઓની બજાર કુલ કી. રૂા. ૧૪,૮૦,૬૫૦/મુદ્દામાલ સાથે ગુન્હાઓ શોધી કાઢેલ છે.
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસમાં લાઠી પો.સ્ટે. જી. અમરેલીમાં તથા ગઢડા પો.સ્ટે. જી. બોટાડમાં પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કોમ મુજબના ગુન્હા નોંધાયેલા છે જ્યારે પકડાવાના બાકી ગુન્હાની વિગત માં રાણાવાવ પો.સ્ટે. ગુ.ર.નં A-1121801525 0663/૨૦૨૫ બી.એન.એસ. ક. ૩૦૫(એ), ૩૩૧(૩), ૫૪ મુજબ માં નોંધાયેલા છે.
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં. પોરબંદર એ.એલ.સી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયા, તથા એ એસ. આઈ બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, મહેશભાઇ શિયાળ, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, ઉદયભાઇ વરૂ, મહિલા એ એસ.આઈ.લાખીબેન મોકરીયા, રૂપલબેન લખધીર તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, વિપુલભાઇ ઝાલા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા મહિલા હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવર ભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. હેડ કોન્સ્ટેબલ જગમાલભાઈ ભારવાડીયા, પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ વસાવા વિગેરે રોકાયેલ હતા.
REPORTER :- વિરમભાઈ કે.આગઠ

