ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં છેલ્લા 21 વર્ષથી રહેતું દંપતી તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી એક યુવતી મળી કુલ ત્રણ બાંગ્લાદેશી નાગરિકોને ભરૂચ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા.ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ એસઓજી પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન આમોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છેલ્લા 21 વર્ષથી રહેતા ઇલ્હાઇ માણિક શના અને રોહિમા ઇલ્હાઇ માણિક શના (યાકુબ પટેલના મકાનમાં, દરબારી રોડ, આમોદ) બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા. તેઓએ કલકત્તાથી દિલ્હી થઈ ગુજરાત આવ્યા હોવાની કબુલાત કરી હતી. તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લા 5 મહિનાથી રહેતી સંપા ઉર્ફે અખી વેપારી ( કડોદરા, સુરત) બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી.

ત્રણેય નાગરિકોના ડોક્યુમેન્ટની ચકાસણી
દંપતીએ કલકત્તાથી ગોવા થઈ ગુજરાતમાં આવ્યા હોવાની કબુલાત પણ કરી હતી. હાલમાં ત્રણેય નાગરિકોના ડોક્યુમેન્ટની ચકાસણી કરતા બાંગ્લાદેશી નાગરિક હોવાનું પુરવાર થયું હતું.

