Wednesday, May 1, 2024
HomeCRICKETCRICKET: હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવર મુંબઈ ઈન્ડિયન્સ પર ભારે પડી

CRICKET: હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવર મુંબઈ ઈન્ડિયન્સ પર ભારે પડી

- Advertisement -

IPL 2024ની ગઈકાલની MI vs CSK મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. જેમાં રોહિત શર્માએ સેન્ચુરી ફટકારી હોવા છતાં પણ મુંબઈની ટીમ મેચમાં 20 રનથી હારી હતી.મેચની છેલ્લી ઓવરના ચાર બોલ કેપ્ટન હાર્દિક પંડ્યા અને ટીમ માટે ભારે સાબિત થયા હતા. જેને લઈને સુનીલ ગાવસ્કરે  પણ હાર્દિક પંડ્યાની ક્લાસ લીધી હતી. મેચ દરમિયાન હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવરમાં કુલ 26 રન આવ્યા હતા. જેમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની ઓવરના છેલ્લા ચાર બોલ પર 20 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ સિક્સર પણ સામેલ છે.

હાર્દિકના આ પ્રદર્શન અંગે સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, “મેં લાંબા સમય બાદ સૌથી ખરાબ પ્રકારની બોલિંગ જોઈ છે. તેની બોલિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે તેણે પોતાના હીરોને ભેટી લીધો છે. હાર્દિકે બરાબર એવા જ બોલ ફેંક્યા હતા જેના પર ધોની સિક્સર ફટકારી શકે છે.એક સિક્સર પણ બરાબર છે, પરંતુ પછીના બોલ પર તમે લેન્થ બોલ ફેંકી રહ્યા છો, તમને ખબર છે કે બેટ્સમેન લેન્થ બોલની રાહ જોઈ રહ્યો છે. ધોનીએ બોલને ફટકારવાનો પ્રયાસ કર્યો હોવા છતાં એ પછીનો બોલ પગ પર ફુલ ટોસ ફેંકવામાં આવ્યો હતો.”સુનીલ ગાવસ્કરે કહ્યું કે, “હાર્દિકની બોલિંગ અને કેપ્ટન્સી એકદમ સામાન્ય હતી. રુતુરાજ ગાયકવાડે શિવમ દુબે સાથે આટલી સારી બેટિંગ કરી, તેમ છતાં હું માનું છું કે CSKનો સ્કોર 185-190 સુધી મર્યાદિત હોવો જોઈએ.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular