શું તમે ક્યારેય તમારા નખ પર બારીકાઈથી ધ્યાન આપ્યું છે? નખ પર સફેદ ફોલ્લીઓ, આકારમાં ફેરફાર અથવા રંગ બદલાવો એ માત્ર સામાન્ય સમસ્યાઓ નથી, પરંતુ ક્યારેક તે શરીરની કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આ જ કારણ છે કે તબીબી તપાસ દરમિયાન ડોકટરો નખ પર પણ ખાસ ધ્યાન આપતા હોય છે. જોકે, માત્ર નખ જોઈને રોગનું ચોક્કસ નિદાન શક્ય નથી હોતું, તેના માટે જરૂરી ટેસ્ટ અને તબીબી સલાહ પણ જરૂરી છે.
નખ જણાવે છે તમારું સ્વાસ્થ્ય
હેલ્થ એક્સપર્ટ કહે છે કે નખ વ્યક્તિના સ્વાસ્થ્ય અંગેના મહત્વપૂર્ણ સંકેતો આપી શકે છે, તેથી નખના રંગ, આકાર કે રચનામાં થતા ફેરફારોને ક્યારેય અવગણવા જોઈએ નહીં. નખ પર સફેદ ડાઘ થવાના અનેક કારણો હોઈ શકે છે, જેમાં નખ પર ઈજા થવી કે તેની આસપાસની ત્વચાને નુકસાન થવું સામાન્ય છે. આવા ડાઘ જોતાં જ વિટામિન B12 ની ઉણપ માની લેવી યોગ્ય નથી.
નખમાં આ સંકેત વિટામિનની ઉણપ
નખ પર સફેદ ડાઘ થવાના અનેક કારણો હોઈ શકે છે, જેમાં નખ પર ઈજા થવી કે તેની આસપાસની ત્વચાને નુકસાન થવું સામાન્ય છે. આવા ડાઘ જોતાં જ વિટામિન B12 ની ઉણપ માની લેવી યોગ્ય નથી. ઉપરાંત, જો નખ ચમચીની જેમ વચ્ચેથી ઊંડા/દબાયેલા દેખાય તો તબીબી ભાષામાં આ સ્થિતિને ‘સ્પૂન નેઇલ’ (Koilonychia) કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે શરીરમાં આયર્નની ઉણપથી થતા એનિમિયા (Iron Deficiency Anemia) નો સંકેત હોઈ શકે છે.

શું છે ‘ક્લબિંગ’ અને નખ પર રેખાઓ?
નખની ટોચનો ભાગ સામાન્ય કરતાં વધુ ગોળાકાર અને ઉપસેલો દેખાય તેને ‘ક્લબિંગ’ કહેવાય છે. આ સ્થિતિ સામાન્ય રીતે ફેફસાં અને હૃદયને લગતી બીમારીઓમાં જોવા મળે છે. આ સિવાય ઉંમર વધવા, ઈજા થવા, પોષણની ઉણપ કે કોઈ રોગને કારણે નખ પર સીધી કે આડી રેખાઓ દેખાઈ શકે છે. જોકે, દરેક રેખા વિટામિનની ઉણપ દર્શાવતી નથી. નખ અસામાન્ય રીતે તૂટવા કે રંગ બદલાવો પણ વધુ તબીબી તપાસની જરૂરિયાત દર્શાવે છે.
ડૉક્ટરની સલાહ: જાતે દવાઓ ન લો
જો નખમાં સતત કોઈ ફેરફાર દેખાય, તો ડૉક્ટરો જાતે દવા કે વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ ન કરવાની સલાહ આપે છે. સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે અને લક્ષણો દેખાય ત્યારે તબીબી સહાય લેવી જોઈએ. નખ પર ધ્યાન આપવું એ સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવાનો એક સરળ રસ્તો છે, પરંતુ નિદાન માટે નિષ્ણાત ડૉક્ટરની સલાહ જ લેવી યોગ્ય છે.

