Thursday, May 2, 2024
Homeઅમદાવાદહાઈકોર્ટની પહેલ : સૌપ્રથમ હાઈકોર્ટે છે કે પોતાની ન્યાયપદ્ધતિને વધુ પારદર્શક અને...

હાઈકોર્ટની પહેલ : સૌપ્રથમ હાઈકોર્ટે છે કે પોતાની ન્યાયપદ્ધતિને વધુ પારદર્શક અને સરળ બનાવી

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટે દેશની સૌપ્રથમ હાઈકોર્ટે છે કે પોતાની ન્યાયપદ્ધતિને વધુ પારદર્શક અને સરળ બનાવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે સૌપ્રથમ તમામ કોર્ટ રૂમનું જીવત પ્રસારણ શરૂ કરીને એક આગવી પહેલ કરી હતી. જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે, આ પહેલથી લોકોમાં ન્યાયપાલિકા અંગેનો વિશ્વાસ વધશે. અને હાઇકોર્ટેમાં પારદર્શિતા જળવાઈ રહેશે. હાઇકોર્ટેમાં તમામ કોર્ટ રૂમનું જીવત પ્રસારણ યુટ્યુબ પર થઈ રહ્યું છે. ત્યારબાદ ચીક જસ્ટિસ વિક્રમનાથે હવે વ્યવસ્થા સરળ બનાવવા માટે E-સેવા શરૂ કરી છે. જેમાં તમામ પક્ષકરો, વકીલો અને પાર્ટી ઇન પર્સન એ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહે છે તેઓને હાઇકોર્ટે આવવાની જરૂર રહેતી નથી. તેમને મુદત અને ઓર્ડરની કોપી તમામ વિગતો ઓનલાઈન હાઇકોર્ટેની વેબસાઇટ પર જ મળી રહે છે. આ પ્રકારની સેવા શરૂ કરનારી દેશની સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટે છે.

આ સેવા ચીફ જસ્ટિસ વિક્રમનાથના વરદ-હસ્તે સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે શરૂ કરવામાં આવી
આ સેવા ચીફ જસ્ટિસ વિક્રમનાથના વરદ-હસ્તે સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે શરૂ કરવામાં આવી

પેરોલ, ફરલો, જામીન અરજી માટે કેદીઓ જેલમાંથી કરશે E-FILING
હવે જેલના કેદીઓ માટે ગુજરાત હાઈકોર્ટે વધુ એક પહેલ કરી અને નવી વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં એવી વ્યવસ્થા કરી છે કે, હવે કોઈ પણ કેદી જેલમાંથી જ પેરોલ, જામીન અને ફરલો માટેની અરજી કરી શકશે. તેના માટે તેને કોઈ બહાર ના વ્યક્તિની મદદની જરૂર રહેશે નહીં. આ માટે જેલના કાનૂની સહાયતા કેન્દ્રની મદદ લેવામાં આવશે. જેમાં તેઓ કેદીના પરિવારજનો નો મોબાઈલ નંબર કે ઇમેઇલ એડ્રેસ લઈને તમામ વિગતો મોકલવામાં આવશે. જ્યાં સુધી કેસ પતે નહીં ત્યાં સુધી કોમ્પ્યુટર આ કેસની તમામ વિગતો અપડેટ કરીને કેદીના પરિવારના સભ્યોને મોકલતું રહેશે. આ સેવા ચીફ જસ્ટિસ વિક્રમનાથના વરદ-હસ્તે સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે એડિશનલ જેલના ડિજી સુપ્રીડેન્ટ ડો. કે.એલ.એન.રાવની ઉપસ્થિતમાં શરૂ કરવામાં આવી હતી.

કેસનું સ્ટેસ્ટ જાણવા કેદીઓએ Email My Case Statusમાં લોગઈન કરવાનું રહેશે
કેસનું સ્ટેસ્ટ જાણવા કેદીઓએ Email My Case Statusમાં લોગઈન કરવાનું રહેશે

સમગ્ર રાજ્યના કેદીઓ માટે Email My Case Status સેવા
રાજ્યની અલગ-અલગ જેલમાં સજા કાપી રહેલા કેદીઓએ પોતાના કેસનું સ્ટેસ્ટ જોવા માટે કોઈનો સંપર્ક ન કરવો પડે તે પ્રકારની પણ વ્યવસ્થા હવે તમામ જેલમાં ઉપલબ્ધ હશે. જેથી કેદીને પોતાના કેસનું સ્ટેસ્ટ પણ જેલમાંથી જાણી શકાશે. સાથે તે કેસમાં શું પ્રોસીસિંગ થયા છે તેની વિગતો પણ ત્યાં મળી રહેશે. રાજ્યની સમગ્ર જિલ્લાઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટની આ સેવા માટે એક ઇમેલ એડ્રેસ તેમજ મોબાઈલ નંબરની નોંધ કરવાની રહેશે. જે ઇમેલ એડ્રેસની મદદથી જે-તે જેલમાં રહેતા કેદીઓના કેસોને Email My Case Status સેવામાં જેલ દ્વારા ઉમેરવામાં આવશે. આ પ્રકારે ઉમેરેલ સમગ્ર કેસોની આવતી તારીખ, દરેક તારીખે થયેલ કાર્યવાહી, તે કેસમાં આપવામાં આવેલ હુકમ કે ચુકાદા તેમજ તે કેસ પૂર્ણ થયાની માહિતી ઈમેલ દ્વારા જે-તે કેસને ગુજરાત હાઇકોર્ટના કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવશે.

સાબરમતી સેન્ટ્રલ જેલ
સાબરમતી સેન્ટ્રલ જેલ

હવે જેલમાં રહીને પણ કેદી કેસની કાર્યવાહી જોઈ શકશે
હાઇકોર્ટે રાજ્યની તમામ જેલમાં કેદીઓના કેસની કાર્યવાહીનું જીવત પ્રસારણ કેદીઓ જોઈ શકે તે માટે હવે જેલમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. હવે સામાન્ય વ્યક્તિની જેમ કેદી પણ પોતાના કેસની કાર્યવાહી જેલમાંથી જોઈ શકશે. હાઇકોર્ટે રાજ્યના ગૃહવિભાગને વિનંતી કરી છે કે, ગુજરાત હાઇકોર્ટેના કેસોનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે અને જ્યારે પણ જેલના કોઈ કેદીના કેસની કાર્યવાહી હાઇકોર્ટેમાં ચાલવાની હોય ત્યારે તે કેસના જીવંત પ્રસારણને જે-તે કેદીને બતાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવે. આ સેવાના પરિણામે દરેક કેદીને પોતાના કેસમાં શું કાર્યવાહી થઈ તે જાણવાનો વિશેષ લાભ મળી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular