હાઈટાઈડની ચેતવણી:મુંબઈમાં ભારે વરસાદના લીધે જનજીવન બેહાલ, અનેક સ્થાળો પર ભરાયા પાણી

0
5

આર્થિક રાજધાની મુંબઇમાં સોમવાર રાતથી પડેલા મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અરબી સમુદ્ર ઉપર મોન્સૂન સક્રિય હોવાને કારણે સોમવારની રાતથી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ આગામી બે દિવસ માટે મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. શહેરના લોકોને આગામી બે દિવસ ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે.

હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદની સાથે સાથે હાઈટાઈડની પણ ચેતાવણી આપી છે. ઉલ્લેખનીય છે કે વિભાગ અનુસાર 12.47 કલાકે મુંબઈમાં હાઈટાઈડ આવી શકે છે

પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર માટે નીચેના માર્ગો બંધ કરવામાં આવ્યા છે. ‘હિંદમાતા ફ્લાયઓવર, અંધેરી સબવે, મલાડ સબવે, મિલન સબવે, કિંગ સર્કલ, શિંદેવાડી અને દાદર ટી.ટી. મુંબઇ પોલીસે કહ્યું કે, “નાગરિકોને સંભાળ રાખવા અને કટોકટીમાં અને 100 ડાયલ કરવા વિનંતી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે મુંબઇ, ઉપનગરોમાં અને દરિયાકાંઠે આવેલા ઉત્તર કોંકણ પટ્ટામાં માર્ગ અને રેલ ટ્રાફિકને ભારે અસર થઈ છે. સોમવારની મોડી રાતથી અવિરત વરસાદ વરસતા મુંબઇ બેહાલ છે. પાણી ભરાવાના કારણે માર્ગ ટ્રાફિક અને પરા ટ્રેનોને અસર થઈ છે.