GUJARAT : હાંસોટ 108ના કર્મચારીઓની ઈમાનદારી: અકસ્માતગ્રસ્ત વૃદ્ધના 1.5 લાખ રૂપિયા પરિવારને પરત કર્યા

0
61
meetarticle

ભરૂચના હાંસોટમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ પોતાની ફરજ સાથે અનોખી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં, અંકલેશ્વર-હાંસોટ રોડ પર માટીયેડ ગામ પાસે થયેલા એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા એક વૃદ્ધ પાસેથી મળેલા આશરે ₹1.5 લાખની રોકડ રકમ તેમણે તેમના પરિવારને પરત કરી હતી.


આ બનાવમાં, 108ના EMT શર્મિલાબેન વસાવા અને પાયલોટ સોમાભાઈ વાઘડિયાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 56 વર્ષીય અર્ધબેભાન વૃદ્ધને પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં, તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દર્દીના ખિસ્સામાંથી આશરે ₹1.5 લાખની રોકડ રકમ મળી હતી. 108ના કર્મચારીઓએ કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર, હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં આ સંપૂર્ણ રકમ વૃદ્ધના પરિવારજનોને સલામત રીતે સુપરત કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે 108ના કર્મચારીઓ માત્ર જીવ બચાવવાનું જ નહીં, પણ સમાજમાં પ્રામાણિકતા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યા છે. તેમની આ નિષ્ઠાભરી કામગીરીને સમાજ દ્વારા બિરદાવવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here