Wednesday, May 1, 2024
HomeખેલSPORTS: કેટલી હોય છે ચીયરલીડર્સની સેલેરી? કઇ ફ્રેન્ચાઇઝી આપે છે વધુ પગાર...

SPORTS: કેટલી હોય છે ચીયરલીડર્સની સેલેરી? કઇ ફ્રેન્ચાઇઝી આપે છે વધુ પગાર જાણો…..

- Advertisement -

ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન રમાઈ રહી છે. IPL 2024માં એકથી વધુ એક મેચ જોવા મળી રહી છે. આ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (277) અને કોલકાતા નાઈટ રાઈડર્સે (272) તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ક્રિકેટ મેચમાં ઘણી ચીયરલીડર્સને જોઇ હશે. બંને ટીમની ચીયર લીડરો મેદાનમાં હોય છે. તેઓ ચોગ્ગા અને છગ્ગા દરમિયાન અથવા વિકેટ લેતા ડાંસ કરી ઉજવણી કરે છે. શું તમે જાણો છો કે ચીયરલીડર્સનો પગાર કેટલો છે?

અહેવાલો અનુસાર વિવિધ ફ્રેન્ચાઇઝીઓ ચીયરલીડર્સને અલગ-અલગ પગાર ચૂકવે છે. તેમને પગાર ઉપરાંત કેટલીક અન્ય સુવિધાઓ અને બોનસ પણ આપવામાં આવે છે. મોટાભાગના ચીયર લીડર્સ વિદેશી છે. પૂણે વોરિયર્સ ઇન્ડિયાએ પરંપરાગત પોશાક સાથે ‘દેશી શૈલી’માં ભારતીય ચીયરલીડર્સને રજૂ કર્યા. ભારતની કાળઝાળ ગરમીમાં લોકો સામે ડાન્સ, મોડલિંગ અને પર્ફોર્મ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે, તેથી ચીયરલીડર્સને સારો પગાર મળે છે.

સામાન્ય રીતે એક ચીયરલીડરને મેચ દીઠ લગભગ 15 થી 17 હજાર રૂપિયા મળે છે. ફ્રેન્ચાઈઝી તેમના રહેઠાણ, ભોજન અને મુસાફરીના ખર્ચાઓ પણ ચૂકવે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ચીયરલીડર્સને સૌથી વધુ રકમ ચૂકવે છે. અહેવાલો અનુસાર KKR એક ચીયરલીડરને 24 થી 25 હજાર રૂપિયા પ્રતિ મેચ ચૂકવે છે. જો ટીમ સારું પ્રદર્શન કરે તો KKR ચીયરલીડર્સને અમુક પ્રકારનું બોનસ પણ આપે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) એક ચીયરલીડરને મેચ દીઠ 20 હજાર રૂપિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ લગભગ 17 હજાર રૂપિયા ચૂકવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular