NATIONAL : પત્ની સાથે ઝઘડો થતાં 4 બાળકોને લઈ કૂવામાં કૂદી પડ્યો પતિ, પાંચેયના દર્દનાક મોત

0
73
meetarticle

મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં એક વ્યક્તિનો પત્ની સાથે ઝઘડો થયો તો તેણે પોતાના ચાર બાળકોને કૂવામાં ફેંકીને હત્યા કરી દીધી હતી અને બાદમાં પોતે પણ આપઘાત કરી દીધો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હાલ, પોલીસે કૂવામાંથી તમામ મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, અહિલ્યાનગર જિલ્લાના શ્રીગોન્દા તાલુકાના ખિચલી કોરેગાંવના 35 વર્ષીય અરૂણ કાલેનો પત્ની સાથે શનિવારે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ અરૂણ આશ્રમશાળામાં અભ્યાસ કરી રહેલા પોતાના બાળકોને લઈને બાઇક પર બેસાડીને શિરડીથી 10 કિ.મી દૂર કોરાહલે ગામ સ્થિત ખેતરમાં કૂવામાં લઈ ગયા. જ્યાં તેણે પોતાની એક દીકરી અને ત્રણ દીકરાને કૂવામાં ફેંકી દીધો. ત્યાર બાદ ખુદ પણ કૂવામાં કૂદી ગયો. જોકે, તેના ચારેય બાળકોનું મોત નિપજ્યું હતું.

જોકે, પાંચેય બાળકોની જાણકારી ન મળી તો પરિજનોએ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ જાણકારી મળી કે, અરૂણ કાલેએ ચાર બાળકો સાથે કૂવામાં કૂદીને આપઘાત કર્યો છે.

પત્ની સાથે ઝઘડો થયો હતો

ત્યાર બાદ ઘટનાની સૂચના પોલીસને આપવામાં આવી હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા. પોલીસે જણાવ્યું કે, અરૂણ કાલે નામની વ્યક્તિએ પત્નીની લડાઈ બાદ પોતાના ચાર બાળકો સાથે કૂવામાં કૂદીને આપઘાત કર્યો હતો.

નોંધનીય છે કે, જ્યારે મૃતક અરૂણ કાલેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો, ત્યારે તેના હાથ અને ડાબા પગ પર દોરડું બાંધInવામાં આવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here