Friday, May 3, 2024
HomeખેલICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની તારીખ જાહેર

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની તારીખ જાહેર

- Advertisement -

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ – ICCએ આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચની તારીખો જાહેર કરી છે. 2021-23 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 7થી 11 જૂન લંડનના ઓવલમાં રમાશે. ફાઈનલ મેચ માટે 12 જૂનને રિઝર્વ ડે રખાયો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અગાઉના સંસ્કરણની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથેમ્પ્ટનમાં રમાઈ હતી, જેમાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું.

આ વખતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ શકે છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેન્કિંગમાં 75.56 ટકા સાથે નંબર-1 પર છે, જ્યારે ભારતીય ટીમ 58.93 ટકા સાથે બીજા નંબરે છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે ફાઈનલ રમાવાની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ફાઈનલિસ્ટ પણ નક્કી થઈ શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા માટે ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર સિરિઝમાં ઓસ્ટ્રેલિયાને ઓછામાં ઓછા 3-1થી હરાવવું પડશે, નહીં તો ભારતીય ટીમને ફાઈનલમાં જગ્યા મેળવવા અન્ય ટીમ પર નિર્ભર રહેવું પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેન્કિંગમાં શ્રીલંકા 53.33 ટકા સાથે ત્રીજા નંબરે છે. 9 માર્ચથી ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચોની સિરિઝ રમાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular