ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ટેસ્ટ મેચમાં એક સમયે તમામને લાગી રહી હતું કે ઓવલના મેદાનમાં ફરીવાર ભારતના ખેલાડીઓ પર ભૂરિયા ભારે પડશે પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ઓવલના મેદાનમાં જીત હાંસલ કરીને અપશુકનિયાળ મેદાન પર જીતનો ઝંડો લહેરાવી દીધો.
ભારતે શ્રેણી 2-2 થી ડ્રો કરી
ભારત અને ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે ટેસ્ટ શ્રેણીમાં જે જંગ જામી હતી એ બાદ અંતિમ મેચમાં જીતની લાગણી અને અનુભવ આવનારા લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટ રસિકોના દિલ અને દિમાગ પર ચોક્કસથી રહેશે. ભારત સામે સૌથી મોટો પડકાર ઓવલનું મેદાન હતું કેમ કે વર્ષોથી આ મેદાન ભારતીય ક્રિકેટ ટીમ માટે માથાનો દુખાવો બની ગયું હતું ત્યારે ભારતીય ટીમના હેડ કોચ માટે આ મેદનમાં જીત મેળવીને મેચ ડ્રો કરવી એ સૌથી મોટી સિદ્ધિ હતી.
આપણે જીતીશું કે હારશું પણ…
યજમાન ટીમ ઈંગ્લેન્ડની ધરતી પર ઓવલના મેદાનમાં ભારતીય ક્રિકેટ ટીમનો અત્યાર સુધીનો અપશુકનિયાળ ઇતિહાસ દરેક ભારતીય ક્રિકેટ રસિક માટે ચિંતાનો વિષય હતો. આ ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડીઓએ અનુભવી ખેલાડીઓ સાથે તાલ મેળવીને જે શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતને જીત અપાવી એ બાદ ભારતી ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ પોસ્ટ કરી અને લખ્યું, “આપણે ક્યારેક જીતીશું, ક્યારેક હારશું… પરંતુ આપણે ક્યારેય શરણાગતિ સ્વીકારીશું નહીં.
ગૌતમ ગંભીરની ગર્જના
ઓવલ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર એવા મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડના બેટ્સમેન ગુસ એટકિન્સનના ડાંડીયા ઉડાતાની સાથેજ ઓવલના મેદાનમાં એક બાજુ યજમાન ટીમના દર્શકોના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ અને બીજી બાજુ ભારતીય દર્શકો એક સાથે આ ભવ્ય જીતની ઉજવણી કરવા લાગ્યા અને આ જીતના હર્ષનાદે ઓવલ મેદાન પર કાબૂ મેળવી લીધો. હેડ કોચ ગૌતમ ગંભીરે પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભારતીય ટીમના ખેલાડીઓનો ઉત્સાહ એક ગર્જના કરતી પોસ્ટ સાથે વધાર્યો હતો.


