Thursday, May 2, 2024
Homeવ્યાપારવ્હીકલમાં વહેલી તકે લગાવી લો હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ

વ્હીકલમાં વહેલી તકે લગાવી લો હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ

- Advertisement -

સરકારે ઘણા રાજ્યોમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજિયાત બનાવી દીધી છે. વાહન માલિકની સાથે સાથે તેમજ વાહનની સલામતી માટે આ જરૂરી છે. ભલે કેટલાક રાજ્યોને આ નંબર પ્લેટ લગાવવાથી મુક્તિ આપવામાં આવી હોય, પરંતુ આગામી સમયમાં તે ફરજિયાત બનવાની છે. તેવામાં આ પ્લેટ હમણાં લગાવશો નહીં તો તેને પછીથી લગાવવી જ પડશે. આવી સ્થિતિમાં હવે આ કામ પહેલા કેમ ન કરી લેવું જોઇએ જેથી તમારી મુશ્કેલીઓ ઓછી થઇ જાય.

હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ સાથે જોડાયેલી ઘણી સુવિધાઓ છે, જેને મેળવવા માટે તમારે તેને લગાવવી પડશે. આ નંબર પ્લેટ ખાસ રીતે બનાવવામાં આવી છે, જેમાં ઘણી સુરક્ષા ફીચર લગાવવામાં આવ્યા છે. આ નંબર પ્લેટ એવી છે કે તેને તોડવી કે તેની સાથે છેડછાડ કરવી શક્ય નથી. ગુનાહિત ઘટનાઓમાં, ઘણી વખત એવું જોવા મળે છે કે વાહનની નંબર પ્લેટ તૂટેલી હોય અથવા બદલવામાં આવે છે. આ આધારે ચોરાયેલ વાહન અન્ય કોઈને વેચીને અથવા અન્ય રાજ્યોમાં મોકલીને વેચવામાં આવે છે. આ તમામ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે કેન્દ્રીય પરિવહન વિભાગે હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજિયાત બનાવી છે.

આ સુવિધાઓ નહીં મળે…

સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જેઓ પોતાના વાહનોમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવતા નથી તેમને ઘણી સુવિધાઓ નહીં મળે. ઉદાહરણ તરીકે, જો વાહનના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની બીજી નકલની જરૂર હોય, તો તેના માટે હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ હોવી ફરજિયાત છે. જો વાહનનું રજિસ્ટ્રેશન કરાવવું હોય અથવા બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવું હોય તો આ પ્લેટ જરૂરી છે. જો વાહનનાં પેપર્સમાં નોંધાયેલું સરનામું બદલવું હોય અથવા તેને રિન્યૂ કરાવવું હોય તો હાઇ સિક્યોરિટી નંબર પ્લેટની જરૂર પડશે.

આ સિવાય, તમારે વાહનનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું હોય કે નવી પરમિટ લેવી હોય, કામચલાઉ પરમિટ અથવા સ્પેશિયલ પરમિટ અને નેશનલ પરમિટ બનાવવાની જરૂર હોય, તમારે બધા માટે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવી ફરજિયાત રહેશે. જો તમારે આ બધી સુવિધાઓ લેવી હોય તો તરત જ હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવો.

શું છે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ?

આ પ્લેટ એલ્યુમિનિયમથી બનેલી છે, જેના પર અશોક ચક્રનું હોલોગ્રામ લાગેલું છે. હોલોગ્રામ ક્રોમિયમથી બનેલું છે. આ હોલોગ્રામ અસલી અને નકલી પ્લેટની નિશાની છે. હોલોગ્રામ નંબર પ્લેટની ડાબી બાજુએ બનાવવામાં આવે છે જે વાદળી રંગમાં ચમકે છે. જો તમે પ્લેટ પર ધ્યાનથી જોશો તો ત્યાં 10 અંકોનો પિન હોય છે જે નંબર પ્લેટની નીચે ડાબી બાજુ છાપવામાં આવ્યો છે. આ પિન એ હાઇ સિક્યોરિટી નંબર છે જે તમારા વાહનની ઓળખ છે.

વાહનના રજિસ્ટ્રેશન નંબર સાથે 10 અંકનો પિન યુનિક હોય છે. જો વાહન ચોરાઈ ગયું હોય, તો રજિસ્ટ્રેશન નંબર ધરાવતા હાઈ સિક્યોરિટી પિનની મદદથી તેને ટ્રેક કરવામાં આવે છે. આ પ્લેટની ખાસિયત એ છે કે તેને બદલી અથવા તોડી શકાતી નથી. તેનો નંબર બદલવો પણ સરળ નથી. આ કારણોસર સરકાર હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજિયાત બનાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular