Wednesday, May 1, 2024
Homeવર્લ્ડઈરાક : કુરાન સળગાવવાની ઘટનાના વિરોધમાં સ્વીડનના દૂતાવાસ પર હુમલો

ઈરાક : કુરાન સળગાવવાની ઘટનાના વિરોધમાં સ્વીડનના દૂતાવાસ પર હુમલો

- Advertisement -

ઈરાકના બગદાદ શહેરમાં સેંકડો લોકોના ટોળાએ સ્વીડનના દૂતાવાસ પર હુમલો કર્યો છે. ટોળાએ દૂતાવાસને આગ પણ લગાવી દીધી હતી. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે આ હુમલામાં દૂતાવાસના સ્ટાફને કોઈ ઈજા થઈ નથી. તમામ લોકો સુરક્ષિત છે. એવુ માય છે કે, શિયા ધર્મગુરુ મુકતદા સદ્રના સમર્થકોએ કરેલા દેખાવ બાદ બેકાબૂ બનેલા ટોળાએ દૂતાવાસ પર હુમલો કરી દીધો હતો. સમર્થકો સ્વીડનમાં મુસ્લિમોના પવિત્ર ધર્મ ગ્રંથ કુરાન સળગાવવાની ઘટનાનો વિરોધ કરી રહ્યા હતા. આ ઘટનાની મુસ્લિમ દેશો પહેલા જ નિંદા કરી ચુકયા છે.

શિયા ધર્મગુરુ મુકતદા સદ્રના સમર્થક મનાતા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બુધવારે મધરાતે એક વાગ્યે સ્વીડનના દૂતાવાસની બહાર ઉમટેલી ભીડના વિડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. એક વિડિયોમાં કેટલાક લોકોને દૂતાવાસમાં ઘૂસતા પણ જોઈ શકાયા હતા. વિડિયોમાં દૂતાવાસમાંથી ધૂમાડા પણ ઉઠતા જોવા મળ્યા હતા. જોકે વિડિયોને સત્તાવાર સમર્થન તો નથી મળ્યુ અને દૂતાવાસ પર હુમલો થયો ત્યારે તેમાં કેટલા લોકો હતા તે પણ જાણી શકાયુ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular