Wednesday, May 1, 2024
Homeદેશઝારખંડ : નશામાં ધૂત ASIએ અંધાધૂંધ 28 રાઉન્ડ કર્યું ફાયરિંગ

ઝારખંડ : નશામાં ધૂત ASIએ અંધાધૂંધ 28 રાઉન્ડ કર્યું ફાયરિંગ

- Advertisement -

ઝારખંડના હજારીબાગથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શરાબના નશામાં એક ધૂત ASIએ જાહેરમાં 28 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ઘટના હજારીબાગ સ્થિત પોલીસ લાઈનની છે.આ ફાયરિંગથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણી ASI બ્રિજનંદનના આ પ્રકારના ફાયરિંગ બાદ જવાનો ત્યાંથી ભાગી ગયા હતા અને બાદમાં બુલેટપ્રૂફ જેકેટ પહેરીને પોલીસકર્મચારીઓએ તેમને પકડ્યો.

પોલીસ લાઈનમાં સોમવારે મોડી સાંજે શરાબના નશામાં એક ASI દ્વારા તાબડતોડ 28 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ASIએ આ ગોળીઓ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ચલાવી. ASIએ આ રીતે ફાયરિંગ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ASIએ બ્રિજનંદન પીસીઆર ડ્યુટી પર હતા. સાંજે 7 વાગ્યે ફરજ પૂરી કરીને પોલીસ લાઈન પરત ફર્યા બાદ તેઓ બેરેકમાં જ હતા. ત્યારબાદ લગભગ 8 વાગ્યે તે પોલીસ લાઈનના રસ્તા પર નીકળ્યા અને હવામાં લગભગ 6 રાઉન્ડ ગોળીઓ ચલાવી.

તે સમયે ASI શરાબના નશામાં ધૂત હતો. ત્યારબાદ પણ તેનું મન ન ભરાયું તો તેણે ફરી પોતાના રૂમમાં જઈને રિવોલ્વરમાં ફરીથી ગોળી ભરી અને ફાયરિંગ કરવા લાગ્યા. મેગેઝિનમાં 35 ગોળીઓ હોય છે તેમાંથી તેમણે 28 ગોળી ચલાવી દીધી હતી. બીજી તરફ ગોળીનો અવાજ સાંભળીને પોલીસ લાઈનમાં રહેતા જવાનોમાં અફરા-તફરી મચી ગઈ હતી. થોડી વાર બાદ બે જવાનોએ બુલેટપ્રૂફ જેકેટ પહેરીને ASI બ્રિજનંદનને પકડી લીધો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ASIને મેડિકલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. હજારીબાગના એસપીએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ASIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. FIR નોંધ્યા બાદ ASIને જેલમાં પણ મોકલવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular