Sunday, May 19, 2024
Homeટોપ ન્યૂઝJ&K : શોપિયામાં આતંકવાદી અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ, 4 આતંકવાદી ઠાર

J&K : શોપિયામાં આતંકવાદી અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ, 4 આતંકવાદી ઠાર

- Advertisement -

જમ્મૂ કાશ્મીરના શોપિયાના જૈનાપોર વિસ્તારમાં બડીગામમાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઇ છે. આ અથડામણમાં કુલ 4 આતંકવાદીઓ ઠાર માર્યા ગયાના સમાચાર છે. સુરક્ષાબળોને 2-3 આતંકવાદીઓ સંતાયા હોવાના સમાચાર મળ્યા છે. ત્યારબાદ સુરક્ષાબળોએ વિસ્તારની ઘેરાબંધી કરી અને તલાશી અભિયાન શરૂ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કનિપોરા ગામની પાસે એક સૂમો વાહન પલટી જતાં સેનાના જવાનોના મોત થયા અને 5 અન્ય ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે 44 આર આર ચોગામ કેમ્પના જવાનોને લઇ જઇ રહેલા ટાટા સૂમો વાહન રસ્તા પર પરથી લપસી જતાં પલટી ખાઇ ગયું હતું, જેથી સેનાના 5 જવાન ઇજાગ્રસ્ત થયા. જવાન શોપિયામાં મુઠભેડ સ્થળની તરફ જઇ રહ્યા હતા, તે સમયે અકસ્માત થયો હતો.

ઇજાગ્રસ્ત સિપાઃઈઓને જિલ્લા હોસ્પિટલ શોપિયા લઇ જવામાં આવ્યા. જ્યાં તેમાંથી 2ની ઓળખ હવાલદાર રામ અવતાર અને સિપાહી પવન ગૌતમના રૂપમાં થઇ. બાકી ઇજાગ્રસ્તોને પ્રાથમિક ઉપચાર માટે સેનાના 92 બેસ હોસ્પિટલ શ્રીનગર રીફર કરવામાં આવ્યા છે. આઇજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે ‘પહેલાં મૃત્યું પામેલા 2 આતંકવાદીઓ ઉપરાંત 2 આતંકવાદી માર્યા ગયા છે. જોકે ઓળખ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે જેવી જ સુરક્ષાબળોની સંયુક્ત ટીમ સંદિગ્ધ સ્થળ પર આગળ વધી, ત્યારે સંતાયેલા આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીઓ ચલાવી અને જવાબી કાર્યવાહી કરવામાં આવી પછી અથડામણ શરૂ થઇ ગઇ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular