JUNAGADH : નાગરિકોના નાણાં ઓળવી લેતા ગઠીયાને જૂનાગઢમાંથી દબોચી લેવાયો

0
36
meetarticle

જૂનાગઢ: ફોન પે નામની ખોટી એપ્લીકેશનથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી નાગરિકોના નાણાં ઓળવી લેતા ગઠીયાને જૂનાગઢ પોલીસે પકડી પાડયો હતો. જૂનાગઢ, સુરત, અમદાવાદ, રાજકોટમાં બંટી-બબલી સ્ટાઈલથી ગુના આચર્યા હતા.

જૂનાગઢમાં બે નાગરિકો એટીએમમાં નાણાં જમા કરાવવા ગયેલા ત્યારે એક અજાણ્યા ઈસમે તેમની પાસે આવી તેના મોબાઈલ ફોનમાં રહેલી ખોટી ફોન પે એપ દ્વારા રૂપીયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ખોટો મેસેજ બતાવી રોકડ રકમ ઓળવી લીધી હતી. આ અંગેની સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ટીમે ટેકનિકલ તથા હ્યુમન સોર્સની બાતમીના આધારે માહિતી મેળવી મુળ અમરેલી જીલ્લાનો અને હાલ સુરતમાં રત્નકલાકારનું કામ કરતા રૂદ્ર અશોક સાવજ(ઉ.વ.ર૦)ને એક મોબાઈલ અને બે એટીએમ સાથે પકડી પાડયો હતો. આ શખ્સે સક્સેસફુલ ટ્રાન્ઝેક્શનના ખોટા મેસેજ બતાવી બંટી-બબલી ફિલ્મ જેવી સ્ટાઈલથી સુરત, અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢના નાગરિકો સાથે છેતરપિંડી કરી નાણાં પડાવ્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. તેની સામે ૧રથી વધુ ગુના દાખલ થયા હતા.

બેંકોના એટીએમ પાસે ઉભી નાગરિકોને વિશ્વાસમાં લેતો હતો

આ શખ્સ ફોન પે જેવી ખોટી/ફેક એપ્લીકેશનનો ઉપયોગ કરી અલગ-અલગ બેંકોના એટીએમ પાસે ઉભી એટીએમમાં રોકડ રૂપીયા જમા કરવા આવતા નાગરિકોને વિશ્વાસમાં લઈ લેતો હતો. તેમજ નાગરિકોના રોકડ રૂપીયા તથા તેમનું ગુગલ તથા ફોન પેનું સ્કેનર લઈ તેમાં સ્કેન કરી રૂપીયા ટ્રાન્સફર કરવાનો ખોટો મેસેજ બતાવી છેતરપિંડી કરતો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here