ઉત્તરાખંડમાં કેદારનાથ હાઇવેના જવાડી બાયપાસ પર શનિવારે સાંજે 7 વાગે થયેલા ભૂસ્ખલન બાદ વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઇ ગયો છે. નેશનલ હાઇવે નિર્માણ વિભાગ રુદ્રપ્રયાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઓમકાર પાંડેએ જણાવ્યું હતું કે,
ભારે વરસાદને કારણે ટેકરી પરથી હજારો ટન કાટમાળ રસ્તા પર પડ્યો હતો જે લગભગ 15-20 ફૂટ ઉંચો અને 20-25 મીટર સુધી ફેલાયેલો છે.
કેટલા દિવસે ખૂલશે માર્ગ ?
આ કાટમાળના કારણે રસ્તો બ્લોક થઈ ગયો છે અને તેને દૂર કરવામાં 4 થી 5 દિવસ લાગી શકે છે. કાટમાળના કારણે રસ્તાને નુકસાન થવાની પણ શક્યતા છે, જેના કારણે સમારકામમાં વધુ સમય લાગી શકે છે.
રસ્તો જામ
તમને જણાવી દઈએ કે જવારી બાયપાસ ઋષિકેશ-બદ્રીનાથ અને રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઇવેને જોડે છે, જે ચારધામ યાત્રા માટે મહત્વપૂર્ણ છે. આ માર્ગ બંધ થવાને કારણે મુસાફરો અને સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ઘટના સમયે કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતની વાત છે.
તેમણે કહ્યું કે કાટમાળ ઘણો વધારે છે. કાટમાળ દૂર કરવા માટે NHAI અને જાહેર બાંધકામ વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે, પરંતુ સતત વરસાદ અને ખરાબ હવામાન કામમાં અવરોધ ઉભો કરી રહ્યું છે.
શ્રદ્ધાળુઓ ફસાયા
જ્યારે ઉત્તરાખંડમાં આ સમયે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તા બંધ છે. જવારી બાયપાસ પર વાહનવ્યવહારને રુદ્રપ્રયાગના મુખ્ય બજાર તરફ ડાયવર્ટ કરી દીધો છે. પરંતુ ભારે વહાનોને સંપૂર્ણ રીતે બંધ કરાયા છે. જેનાથી ચારધામ જતા શ્રદ્ધાળુઓને અસુવિધા થઇ રહી છે. આ સાથે જ તંત્રએ સલાહ આપી છે કે પહેલા રોડ રસ્તાની સ્થિતિ વિશે જાણકારી મેળવી લો પથી જ તમે યાત્રા માટે નીકળો.


